મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જુના પુસ્તકો એકત્ર કરશે


SHARE





મોરબીમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જુના પુસ્તકો એકત્ર કરશે

મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓના જુના પુસ્તકો એકત્ર કરી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપવામાં આવશે તેના માટે મોરબીના મહાસંઘના કાર્યકર્તાઓ જુદા જુદા સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી જુરરિયાત મંદ સુધી પહોંચાડશે

મોરબી શૈક્ષિક મહાસંઘ વધુ એક સેવાયજ્ઞ કરવા જઈ રહ્યું છે જેમાં આગામી ૨૮ એપ્રિલને રવિવારના રોજ સ્વામિનારાયણ મંદિર, નવા બસ સ્ટેટન્ડ પાસે મોરબી, રવાપર સ્વાગત ચોકડી, અને મહારાણા પ્રતાપ સર્કલ,સામાં કાંઠે,મોરબી-૨ ખાતે શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ સ્ટોલ બનાવી સવારના ૮:૦૦ થી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી ત્રણેય સ્ટોલ પર ઉભા રહેશે અને ધો ૩ થી ૧૨ ના જુના પુસ્તકો એકત્ર કરશે, આ એકત્ર કરેલા જુના પુસ્તકો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે જુદી જુદી શાળાઓમાં અર્પણ કરશે તો મોરબીની તમામ દાનવીર વાલીઓને જણાવવાનું કે આપના બાળકના જુના પુસ્તકો બિલકુલ નજીવી કિંમતે પસ્તીમાં ન આપતા ઉપરોક્ત સ્ટોલમાં જમા કરાવી પુસ્તક દાનનું પ્રમાણપત્ર મેળવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સેવાયજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરાઈ છે.




Latest News