મોરબી એલીકીઝીર મેડિકલ સ્ટુડન્ટ દ્વારા માધાપરવાડી કન્યા શાળા ખાતે સેમિનાર યોજાયો
મોરબી નવયુગ કિડ્સ, નવયુગ પ્રીસ્કૂલના બાળકો અને પેરેન્ટ્સ માટે “બાય બાય નવરાત્રિ-૨૦૨૧” યોજાઇ
SHARE









મોરબી નવયુગ કિડ્સ, નવયુગ પ્રીસ્કૂલના બાળકો અને પેરેન્ટ્સ માટે “બાય બાય નવરાત્રિ-૨૦૨૧” યોજાઇ
નવરાત્રિ પૂરી થઈ ગઈ છે ત્યારે પણ ખેલૈયાઑ હજુ થાક્યા નથી તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી મોરબીમાં નવયુગ કિડ્સ અને નવયુગ પ્રીસ્કૂલ દ્વારા “બાય બાય નવરાત્રિ-૨૦૨૧”નું ધમાકેદાર આયોજન પ્રભુરત્ન પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું હતું જેમાં નાના નાના ભૂલકાઓ તેમજ પેરેન્ટ્સે વિવિધ ટ્રેડિશનલ ડ્રેસિસ સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા, મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી પાલિકાની કારોબારી કમિટીના ચેરમેન સુરેશભાઇ દેસાઇ, નવયુગના મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડીયા, નીલેશભાઈ અઘારા, મેહુલભાઈ કૈલા, ધવલભાઈ છનિયારા, પરેશભાઈ ચનિયારા, ડૉ.વરુણ ભિલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નાના નાના ભૂલકાઓને ગરબે રમતા જોઈને પ્રફુલ્લિત થઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કોમ્પિટિશનના નિર્ણાયક તરીકે ડૉ. જયેશભાઇ સનારિયા (સ્પર્શ ક્લિનિક), ડો.વિનોદભાઈ કૈલા (ક્રિષ્ના હોસ્પિટલ) અને અમીબેન એરવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ એન્કર પ્રિશા રાજપૂતે પોતાની આગવી શૈલીમાં બાળકો અને પેરેન્ટ્સને વિવિધ ગેઇમ્સ રમાડીને ખૂબ જલસો કરાવ્યો હતો અને કાર્યક્રમના અંતે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રિન્સ આઘારા મંત્ર, પ્રિન્સેસ જન્યા કાનાણી તેમજ વેલ ડ્રેસ, વેલ પ્લે અને પેરેન્ટ્સમાથી પણ વેલ ડ્રેસ અને વેલ પ્લે વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને તેઓને આગેવાનોના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા આટલું જ નહીં સ્પર્ધામાં ભાગ લેનારા તમામ બાળકોને સંસ્થા તરફથી ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ કરીઅર અકેડમીના ડિરેક્ટર દુષ્યંત પટેલ, પ્રિન્સિપાલ ડૉ. મંજુબેન પરેચા, પીંકીબેન પારવાની તેમજ તમામ ટીચર્સે જહેમત ઉઠાવી હતી.
