મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ હાઇવે ઉપર ઓવરબ્રિજના સર્વિસ રોડ શનિવાર સુધીમાં ટકાટક ન થાય તો ચકકજામ: ભૂપત ગોધાણી


SHARE

















મોરબી રાજકોટ હાઇવે ઉપર ઓવરબ્રિજના સર્વિસ રોડ શનિવાર સુધીમાં ટકાટક ન થાય તો ચકકજામ: ભૂપત ગોધાણી

રાજકોટ મોરબી કરછ વાકાનેર જામનગર જીલ્લાને જોડતો મુખ્ય રસ્તો ટંકારાથી પ્રસાર થાય છે અને ત્યાં લગભગ ચારેક વર્ષથી રસ્તાને ચાર માર્ગીય કરવાનું કામ ચાલુ છે જેમા નાના મોત આ અકસ્માતોના લીધે અનેક નિર્દોષના જીવ પણ ગયા છે ત્યારે મોરબી રાજકોટ રોડ ઉપર મિતાણા પાસે ઓવરબ્રિજનો સર્વિસ રોડ ઉપર ડામર નહિ પથરવામાં આવે તો હાઈવે બ્લોક કરવાની ચીમકી જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણીએ ઉચ્ચારી હતી ત્યારે ત્યાના ઈજનેરે બે દિવસમાં મોરબી બાયપાસ ટંકારા ચોકડી અને મિતાણા ચોકડીના સર્વિસ રોડ રીપેર થઇ જશે તેવી ખાતરી આપી હતી

મિતાણા ચોકડીએ ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર વાહના પલટી મારી ગયું હતું જેથી કરીને રવિવારે પાંચ કલાક સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો અને હજારો વાહનો ફસાઈ ગયા હતા ત્યારે જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણીએ શનિવાર સુધી ટંકારા અને મિતાણા સર્વિસ રોડ સડસડાટ ચાલે એવુ કરવા સુચના આપી છે અને જો કામ નહી થાય તો હાઈવે પર ચક્કાજામ કરી દેવાની ધમકી આપી છે જેથી કરીને આ કામના ઈન્ચાર્જ રીટાર્યડ ઈન્જીનયર બાસિદા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મિતાણા ડાબી બાજુ જમીન સંપાદન મામલો બિચક્યો છે અને ત્યા સુધી જમણી બાજુ પર વાહન ડ્રાયવર્ટ કરાયા છે પરંતુ બે ત્રણ દિવસમાં રાજકોટ મોરબી રોડ પરના ત્રણેય ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર પેચવર્ક કરી દેવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે જે જમીન સંપાદનની વાત બાસિદા કરે છે એ કાગળો કલેકટર પાસે હોવાનું જાણવા મળ્યું છે અને રાજકીય જોરે સંપાદનમા રોળા નખાઈ રહ્યાનુ આધિકારિક સૂત્રોએ જણાવ્યું છે પરંતુ આ અંગે હવે વિદ્યાર્થી એકતા સંગઠન મેદાને પડ્યુ છે અને એડવોકેટ રાખીને ન્યાય તંત્રના દ્વારા ખખડાવાની તૈયારી કરવામાં આવી રહી છે




Latest News