વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી એલીકીઝીર મેડિકલ સ્ટુડન્ટ દ્વારા માધાપરવાડી કન્યા શાળા ખાતે સેમિનાર યોજાયો


SHARE









મોરબી એલીકીઝીર મેડિકલ સ્ટુડન્ટ દ્વારા માધાપરવાડી કન્યા શાળા ખાતે સેમિનાર યોજાયો

 મોરબીમાં મેડિકલ અને પેરા મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ માધાપરવાડી કન્યા શાળા ખાતે સેમિનાર યોજયો હતો જેમાં દીકરીઓને થતા ગાયનેક પ્રોબ્લેમ વિશે વિસ્તૃત સમજ આપતા જણાવ્યું હતું કે આ એક કુદરતી પ્રક્રિયા છે જેનો ડર રાખવો જોઇએ નહિં શરમ કે સંકોચ રાખવો જોઈએ નહીં,આ દિવસો દરમ્યાન ખુબજ સ્વચ્છતા જાળવી જોઈએ સેનેટરીપેડનો ઉપયોગ કેવી રીતે કરવો ? નિકાલ કેવી રીતે કરવો વગેરે વિશે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી, સેમિનાર દરમ્યાન વિદ્યાર્થીનીઓને એક એક ચિઠ્ઠી આપી હતી અને વિદ્યાર્થીનીઓને પડતી સમસ્યાઓ વિશે તેમજ મોટા થઈને શું બનવું છે વગેરે વિશે લખવા જણાવ્યું હતું? તો વિદ્યાર્થીનીઓએ અવનવી સમસ્યાઓ લખી હતી કે "આવું છોકરીઓને કેમ થાય છે? એના જવાબમાં એમબીબીએસની સ્ટુડન્ટે સ્ત્રીઓની શરીર રચના વિશે આકૃતિ દ્વારા સમજાવતા જણાવ્યું કે આ એક કુદરતી રચના છે,એક વિદ્યાર્થીનિએ આ સમય દરમ્યાન હાથ પગ દુઃખવા, કળતર થવી વગેરે સમસ્યાઓ થાય છે એના જવાબમાં મેડિકલ સ્ટુડન્ટે કહ્યું કે રક્તસ્ત્રાવ થવાના કારણે અશક્તિ આવી જતી હોય છે એટલે આવી સમસ્યાઓ થતી હોય છે માટે આ પિરિયડમાં પોષણક્ષમ ખોરાક લેવો જોઈએ જેથી આ સમસ્યા નિવારી શકાય એક વિદ્યાર્થીનીએ પૂછ્યું કે પોલીસ બનવું હોય તો શું કરવું પડે? એના જવાબમાં શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ જણાવ્યું કે પહેલા મસ્ત ખડતલ શરીર બનાવવું જોઈએ,જરૂરી અંતર સુધી દોડી શકવું જોઈએ શરીર મજબૂત અને કસાયેલું હોવું જોઈએ, પોલીસની પ્રાયોગિક પરીક્ષામાં પાસ થવું જોઈએ વગેરે વાતોની સાથે મેડિકલની તમામ ફેકલ્ટી એમબીબીએસ, એમએસ, એમડી. ડેન્ટલ, બીએએમએસ, બીએચએમએસ, ફિઝ્યો, નર્સિંગ વગેરે કોર્ષની માહિતી પૂરી પાડી હતી અંતમાં મેડિકલ સ્ટુડન્ટ તરફથી તમામ બાળાઓને સેનેટરી પેડ અર્પણ કરાયા હતા.




Latest News