મોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી મોરબીના સોખડા ગામ પાસે કારખાનાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવાનનું મોત હળવદના કવાડિયા ગામે પત્ની સાથે ઝઘડો થતાં યુવાને જીવન ટૂંકાવ્યું મોરબીમાં ઘરની અગાસી ઉપર ચક્કર આવતા નીચે પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત મોરબી નજીક ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા જમવા માટે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું મોત મોરબીમાં ગેરકાયદે બાંધકામ ચાલુ હોય ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરતી મહાપાલિકા હળવદમાં ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 2200 લીટર આથો, 350 લીટર દારૂ અને 25 બિયરના ટીન સાથે એક ઝડપાયો, દંપતીની શોધખોળ મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માત કરનારને સમજાવવા ગયેલ યુવાન ઉપર ધોકા વડે હુમલો, બે કારમાં તોડફોફ: ચાર સામે ફરિયાદ


SHARE











મોરબી નજીક અકસ્માત કરનારને સમજાવવા ગયેલ યુવાન ઉપર ધોકા વડે હુમલો, બે કારમાં તોડફોફ: ચાર સામે ફરિયાદ

મોરબી તાલુકાના અંદરણા ગામથી ચરાડવા જવાના રસ્તા ઉપર આવેલ હોટલના ગ્રાઉન્ડમાં યુવાનના બાઈકને સ્વિફ્ટ ગાડીના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને તે યુવાનના પિતા સહિતના અકસ્માત કરનાર શખ્સને સમજાવવા માટે થઈને પોતાની ગાડી લઈને ગયા હતા ત્યારે અકસ્માત કરનાર શખ્સે ધોકા વડે હુમલો કર્યો હતો અને માર મારીને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આટલું જ નહીં પરંતુ કુલ મળીને ચાર શખ્સો દ્વારા સમજાવવા માટે આવેલ યુવાનના પિતા સહિતના બે વ્યક્તિઓની ગાડીના કાચમાં તોડફોડ કરીને નુકસાની કરી હતી જેથી કરીને ભોગ બનેલા વ્યક્તિ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા પ્રહલાદભાઈ કરસનભાઈ સુરાણી જાતે કોળી (૪૨)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્વિફ્ટ કારના ચાલક વિનુભાઈ ભરવાડ અને તેની સાથે રહેલા અજાણ્યા ત્રણ શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબી તાલુકાના અંદરણા ગામથી ચરાડવા જતા રસ્તા ઉપર આવેલ ભેરુનાથ હોટલના ગ્રાઉન્ડમાં આરોપી પોતાના હવાલા વાળી સ્વિફ્ટ કાર લઈને જતો હતો ત્યારે ફરિયાદીના દીકરાના બાઈક સાથે તેણે સ્વિફ્ટ ગાડી અથડાવી હતી જેથી કરીને ફરિયાદી તેને સમજાવવા માટે ગયા હતા ત્યારે સ્વિફ્ટ ગાડીના ચાલક વિનુભાઈ ભરવાડે ફરિયાદી તથા તેની સાથે ગયેલ વ્યક્તિ ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો અને માર માર્યો હતો અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ ફરિયાદીની બંને ગાડીના કાચ આરોપીઓએ તોડફોડ કરી નાખેલ છે જેથી કરીને ભોગ બનેલા પ્રહલાદભાઈ સુરાણી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિનુભાઈ ભરવાડ સહિત ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News