મોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી મોરબીના સોખડા ગામ પાસે કારખાનાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવાનનું મોત હળવદના કવાડિયા ગામે પત્ની સાથે ઝઘડો થતાં યુવાને જીવન ટૂંકાવ્યું મોરબીમાં ઘરની અગાસી ઉપર ચક્કર આવતા નીચે પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત મોરબી નજીક ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા જમવા માટે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું મોત મોરબીમાં ગેરકાયદે બાંધકામ ચાલુ હોય ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરતી મહાપાલિકા હળવદમાં ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 2200 લીટર આથો, 350 લીટર દારૂ અને 25 બિયરના ટીન સાથે એક ઝડપાયો, દંપતીની શોધખોળ મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે
Breaking news
Morbi Today

ગાંધીધામથી અમદાવાદ જતાં યુવાનની ગાડીમાં બીમારના બહાને લિફ્ટ લેનાર શખ્સ હળવદ પાસેથી ગાડી ચોરીને ફરાર


SHARE











ગાંધીધામથી અમદાવાદ જતાં યુવાનની ગાડીમાં બીમારના બહાને લિફ્ટ લેનાર શખ્સ હળવદ પાસેથી ગાડી ચોરીને ફરાર

ગાંધીધામથી અમદાવાદ તરફ પોતાની સ્વિફ્ટ ગાડી લઈને જઈ રહેલા યુવાને એક વ્યક્તિને બીમાર હોવાથી ધાંગધ્રા સુધી લઈ જવાનું કહ્યું હતું જેથી કરીને તે યુવાને તેને લિફ્ટ આપી હતી અને આ યુવાન પોતાની ગાડી લઈને હળવદ પાસે પહોચ્યો હતો ત્યારે સરા ચોકડી પાસે ગાડીને ઊભી રાખીને દુકાને પાણીની બોટલ લેવા માટે ગયો હતો એટલી વારમાં કારમાં બેઠેલા આ અજાણ્યો સ્વિફ્ટ ગાડી લઈને નાશી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને ફરિયાદ લઈને ચાર લાખ રૂપિયાની ગાડીની ચોરી થઈ હોવા અંગેનો ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ગાંધીધામમાં આવેલ ગુરુકુળ પ્લોટ નં-૧૬૭ સેકન્ડ ફ્લોર ફ્લેટ નં-૩ વોર્ડ નં-૧૦ એ ખાતે રહેતા ધર્મેશભાઈ ભરતભાઈ વ્યાસ જાતે બ્રાહ્મણ (૩૫) નામના યુવાને અજાણ્યા શખ્સની સામે સ્વિફ્ટ ગાડીની ચોરીની ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તે ગત તા. ૨૮/૪ ના રોજ તે પોતાની સ્વિફ્ટ ગાડી નંબર જીજે ૧૨ એફડી ૧૯૧૮ લઈને ગાંધીધામથી અમદાવાદ જતો હતો ત્યારે ત્યાં રસ્તામાં એક અજાણ્યા વ્યક્તિએ પોતે બીમાર છે અને તેને ધાંગધ્રા સુધી જવું છે તેવું કહીને તેને ગાડીમાં લિફ્ટ લીધી હતી અને ફરિયાદી ગાંધીધામથી પોતે પોતાની ગાડીમાં તે વ્યક્તિને અમદાવાદ તરફ જતા લઈ જઈ રહ્યો હતો દરમિયાન હળવદની સરા ચોકડી પાસે રાત્રે ૯:૧૫ વાગ્યાના અરસામાં ગાડી ઉભી રાખીને દુકાનેથી પાણીની બોટલ લેવા માટે થઈને ફરિયાદી ગાડીમાંથી નીચે ઉતર્યો હતો ત્યારે ગાડીમાં બેઠેલા અજાણ્યો શખ્સ સ્વિફ્ટ ગાડી લઈને નાસી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને ચાર લાખ રૂપિયાની કિંમતની ગાડીની ચોરી થઈ હોવા અંગેની હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે






Latest News