મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબી: દીકરીનું અપહરણ કરનારા યુવાનના બનેવી સહિત બે વ્યક્તિનું અપહરણ કરી ખંડણી માંગી !, સાત શખ્સો સામે ફરિયાદ


SHARE







મોરબી: દીકરીનું અપહરણ કરનારા યુવાનના બનેવી સહિત બે વ્યક્તિનું અપહરણ કરી ખંડણી માંગી !, સાત શખ્સો સામે ફરિયાદ

મૂળ એમપીના રહેવાસી યુવાનના સાળાએ યુવતીનું અપહરણ કર્યું હતું જે બાબતનો ખાર રાખીને મોરબીના સરતાનપર રોડ ઉપર આવે સીરમિક કારખાનાના ગેઇટ પાસે ફોન કરીને યુવાનના બનેવીને યુવતીના પિતાએ બોલાવેલ હતો અને ત્યારે ત્યાં આવેલ બે વ્યક્તિનું ઇકો ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને સાત શખ્સો દ્વારા તેને ઇકો ગાડીમાં લઈ ગયા બાદ લાકડી, સળિયા અને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી તેમજ ફરિયાદી યુવાનના ફોનમાંથી તેના પરિવારજનોને ફોન કરીને પૈસાની માગણી કરી હતી અને પૈસા નહિ આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના નવલપુરાના રહેવાસી વિકાસ ગુડ્ડા બારેલા જાતે ભીલ (૨૨) નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રણજિત દોલા વસુનીયા જાતે ભીલ, સંગ્રામ છગન કટારા રહે. આનંદખેડી, લવકુશ રામા મેડા રહે. હનુમન્તિયાકાગા અને રામકિશન નામાલુમ તેમજ અજાણ્યા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી રણજીતની દીકરી આશાનું અપહરણ ફરિયાદીના શાળાએ કરેલું છે અને તે મળી ગયેલ છે તેમ કહીને ફરિયાદી યુવાનને ફોન કરીને સરતાનપર રોડ ઉપર આવેલ ગ્રીસ ટાઈલ્સ ફેક્ટરીના ગેટ પાસે બહાર બોલાવ્યો હતો અને ત્યારબાદ ફરિયાદી વિકાસ અને તેની સાથે આવેલ સોનુ બંનેનું બળજબરીપૂર્વક ઈકો ગાડીમાં રણજીત, સંગ્રામ અને લવકુશે અપહરણ કર્યું હતું અને ત્યારબાદ આગળ જઈને આ ઈકો ગાડીમાં ચાર અજાણ્યા શખ્સો બેઠા હતા અને આરોપી રણજીતના ગામ લઈ જઈને વિકાસ તથા સોનુને લાકડી, સળિયા અને ઢીકા પાટુનો માર માર્યો હતો. આટલું જ નહીં પરંતુ ફરિયાદી યુવાનના ફોનમાંથી તેના પરિવારજનોને ફોન કરીને રૂપિયાની માંગણી કરી હતી અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકો પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.એ.ભરગા ચલાવી રહ્યા છે






Latest News