મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના હરિપાર્કમાં આધેડે ઘરમાં અગમ્ય કારણોસર અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE











વાંકાનેરના હરિ પાર્કમાં આધેડે ઘરમાં અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું :મોત

વાંકાનેરના નવાપરામા આવેલ હરિ પાર્કમાં રહેતા આધેડે પોતે પોતાના જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ ત્પાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં આવેલ હરિ પાર્કમાં રહેતા વસંતભાઈ વીરજીભાઈ કલોલા જાતે વાણંદ (૫૭) નામના આધેડે પોતે પોતાના ઘરની અંદર હતા ત્યારે કોઈ પણ કારણોસર તેણે ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ વનરાજસિંહ અભેસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

બીમારી સબબ મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં શંભુ હોમડેકોરની સામે બાવળની જાળીમાં શ્રીકાંતરામ ગંગારામ પ્રસાદ રહે.ચાટોપુર જીલ્લો આઝમગઢ હાલ રહે. ઇન્વેન્ટા કારખાનાની ઓરડીમાં ખોખરા હનુમાન રોડ બેલા મોરબી વાળાનો મૃતદેહ મળી આવ્યો હતો અને બીમારી સબબ બાવળની જાળીમાં તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળતા મૃતકના દીકરા રાહુલકુમાર શ્રીકાંતરામ પ્રસાદ રહે. હાલ ઇન્વેન્ટ કારખાનાની ઓરડમાં બેલા મોરબી વાળો મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને આ બનાવની વધુ તપાસ એમ.એલ.બારૈયા ચલાવી રહ્યા છે.




Latest News