વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક ભરતનગરના પાટીયા પાસે ૧૫૬ બોટલ દારૂ ભરેલી ઇનોવા કાર સાથે ભચાઉનો એક શખ્સ પકડાયો


SHARE









મોરબી નજીક ભરતનગરના પાટીયા પાસે ૧૫૬ બોટલ દારૂ ભરેલી ઇનોવા કાર સાથે ભચાઉનો એક શખ્સ પકડાયો

મોરબી માળીયા હાઇવે ઉપર ભરતનગર ગામના પાટીયા પાસે પસાર થતી ઇનોવા કારને રોકીને પોલીસે ચેક કરતાં કારમાથી દારૂનો ૧૫૬ બોટલો મળી આવી હતી જેથી પોલીસે કાર અને દારૂ સહિત ૩,૫૮,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરીને ભચાઉના એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની કારમાં ભીમાસરના શખ્સે દારૂ ભરી આપેલ હોવાથી તેની સામે પણ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે. 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યોગીરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહ ઝાલાને મળેલ ખાનગી બાતમી આધારે પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયાના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.જી.જેઠવા અને સ્ટાફ માળીયા મોરબી હાઇવે ઉપર ભરતનગર ગામના પાટીયા પાસે વોચમાં હતો ત્યારે હકીકતવાળી ટોયોટા કંપનીની ઇનોવા કાર ત્યાથી નીકળતા તેને રોકવા જતા કાર ચાલક પોતાની કાર લઇ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં કારને આંતરી કારને ઉભી રખાવી કારમાં ચેક કરતાં વિદેશીદારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે હાલમાં મહેન્દ્રભાઇ મનજીભાઇ સાલાણી જાતે કોળી (ઉ.૨૩) રહે. ભચાઉ, લાયન્સનગર પાસે, વાળાની મેકડોવેલ્સ નંબર -૦૧ સુપીરીયર વ્હિસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ ૭૫૦ મી.લી. ની કાચની કંપની શીલપેક ૧૫૬ બોટલો જેની કિંમત ૫૮,૫૦૦ તથા ટોયોટો કંપનીની ઇનોવા કાર નંબર જીજે ૫ સીજે ૭૪૪૮ જેની કિંમત ૩,૦૦,૦૦૦ આમ કુલ મળીને ૩,૫૮,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે અને હાલમાં પકડાયેલા આરોપીને કારમાં દારૂ સુરેશભાઇ નથુભાઇ સાલાણી જાતે કોળી રહે. ભીમાસર (ભુટકીયા) તાલુકો રાપર વાળાએ ભરી આપેલ હોવાથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે.




Latest News