વાંકાનેરમાંથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, 4.09 લાખનો મુદ્દામાલ કબજે મોરબી માર્કેટ યાર્ડના મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે જીગ્નેશભાઈ કૈલાની વરણી વાંકાનેરના ઢુવા માટેલ રોડ ઉપરથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાં પરહિતકર્મ ગ્રુપ‌ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ડ્રાયફુટ દુધનુ કરાયું વિતરણ મોરબીમાં રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયેલ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો હળવદમાં રાજકોટના વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી ટંકારાના ગજડી ગામે જુગાર રમતા 7 શખ્સો 1.16 લાખના મુદામાલ સાથે ઝડપાયા મોરબીમાં પીજીવીસીએલને લાગતા પડતર પ્રશ્નો માટે મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે સમીક્ષા બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાંથી બિયરના ૬ ટીન  સાથે બે આરોપી ઝડપાયા: અકસ્માતના ગુનામાં રિક્ષા ચાલકની ધરપકડ


SHARE





મોરબીમાંથી બિયરના ૬ ટીન  સાથે બે આરોપી ઝડપાયા: અકસ્માતના ગુનામાં રિક્ષા ચાલકની ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામ અને બરવાળા રેલ્વે સ્ટેશન વચ્ચેથી સીએનજી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષામાં બેઠેલ વૃદ્ધા રિક્ષામાંથી નીચે પડી ગયા હતા જેથી તેમને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતી જેની મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના નીરૂબેનનગરમાં રહેતા જાનમહંમદ સલેમાનભાઈ કમોરા જાતે વાઘેર (૪૧)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીએનજી નંબર જીજે ૩૬ ડબલ્યુ ૪૫૧૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ફરિયાદીના માતા આઈસાબેન સલેમાનભાઈ કમોરા (૬૦) રહે. નીરૂબેનનગર તાલુકો માળીયા મીયાણા વાળા આરોપીની રિક્ષામાં બેસીને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામ થી બરવાળા રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તા ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે રિક્ષામાંથી ફરિયાદીના માતા નીચે પડતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવની ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એસ.એન. સગારકા અને રાઇટર જીતેન ગઢવી દ્વારા આરોપી રિક્ષા ચાલક પરેશ બાવજીભાઈ વાણોલ (૩૪) રહે. મૂળ ખાખરાળા હાલ જવાહર સોસાયટી મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે

૬ બીયર સાથે બે પકડાયા
મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ ટી.કે. હોટલ નજીક બે શખ્સને રોકીને પોલીસે ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી બીયરના ૬ ટીન મળી આવ્યા હતા જેથી કરીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે આરોપી કુલદીપ જયંતીભાઈ ધોરીયાણી જાતે પટેલ (૨૬) રહે. વર્ધમાન એપાર્ટમેંટ પાસે રવાપર મોરબી અને રૂચિત ભરતભાઈ આઘારા જાતે પટેલ (૨૫) રહે.  શ્રીમદ સોસાયટી મોરબી-૨ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૬૦૦ રૂપિયાની કિંમતના બીયરના ટીન કબજે કર્યા હતા




Latest News