મોરબીમાં આધેડ વેપારી પાસેથી વાહનમાં નુકશાનીના ૧૦ હજાર પડાવનાર આરોપીની ધરપકડ
મોરબી: ધંધામાં રોકેલ નાણા ફસાઈ જતા ટેન્શનમાં આવી ગયેલ યુવાને ના કરવાનું કરી નાખતા સારવારમાં
SHARE
મોરબી: ધંધામાં રોકેલ નાણા ફસાઈ જતા ટેન્શનમાં આવી ગયેલ યુવાને ના કરવાનું કરી નાખતા સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અને ભંગારનો ધંધો કરતા યુવાને ધંધા માટે ટંકારાના વ્યક્તિને ટોકન પેટે પૈસા આપ્યા હતા.જો કે સામેવાળા વ્યક્તિને ધંધામાં ખોટ ગયેલ હોય ટોકન પેટે આપેલ પૈસા હાલ પરત મળે તેમ ન હોય તેમજ સામે વાળા અલીભાઇના પત્નીએ ભોગ બનેલ યુવાન વિરુદ્ધ ટંકારા પોલીસમાં અરજી કરેલ હોય અને આ યુવાને જેમની પાસેથી પૈસા લીધા હોય તેઓને પૈસા પરત કેમ આપીશ..? ટેન્શનમાં આવી ગયેલા યુવાને જાતે પોતાના હાથે બ્લેડ વડે ચેકા મારી દીધા હતા.જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને બી ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરી છે.
વધુમાં પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વીશીપરા વિસ્તારમાં રહેતા અને ભંગારનો ધંધો કરતા તોફીક ગુલામભાઈ કાઠીયાવાડી જાતે મેમણ નામના ૩૧ વર્ષના યુવાને પોતાની મેળે બ્લેડ વડે હાથના ભાગે ચેકા મારી દીધા હતા.જેથી તેને મોરબીની હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સેલેસ હોસ્પીટલમાં ખડાયો હતો.જયાંથી બનાવની જાણ થતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદિયાએ રાજકોટ ખાતે જઈને તોફીકભાઇનું નિવેદન લીધું હતું જેમાં સામે આવ્યુ હતુ કે, તોફીકભાઈએ ટંકારાના અલીભાઇ સરવદી સાથે ધંધો કરવા માટે ટોકન પેટે પૈસા આપ્યા હતા અને અલીભાઈને ધંધામાં ખોટ જતા હાલમાં તેમની પાસેથી પૈસા પરત મળે તેમ ન હોય અને વધુમાં અલીભાઈના પત્નીએ ટંકારા ખાતે પોલીસમાં તોફીક સામે અરજી પણ કરેલ હોય અને આ પૈસા તોફીકે મોરબીના એજાઝ અને રફીક પાસેથી લીધેલા હોય તેને કેમ કરીને પૈસા પરત આપીશ..? તે બાબતનું તોફીકને સતત ટેન્શન રહેતું હોય તેણે ગત તા.૯-૫ ના રાત્રીના સતત મરવાના વિચારો આવતા હોય જાતે બ્લેડ વડે ડાબા હાથના ભાગે ચેકા મારી લીધા હતા.જેથી સારવારમાં ખસેડાયો હતો તેમ સામે આવેલ છે.હાલ આ બાબતે નોંધ કરીને સીટી બી ડિવિઝન પોલીસે આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.
મારામારીમાં ઈજા થતાં યુવાન સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા રોહીદાસપરા નજીકની શાંતિવન સોસાયટીમાં રહેતા દેવજીભાઈ બટુકભાઈ ગોસીયા નામના ૩૨ વર્ષના યુવાનને તેના રહેણાંક વિસ્તારની આસપાસ કોઈ અજાણ્યા ઈસમે પથ્થર વડે માર મારતા ઇજા પામેલ દેવજીભાઈને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતેથી પોલીસમાં જાણ કરવામાં આવેલી હોવાથી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર તપાસ માટે પહોંચ્યા હતા જોકે તે દરમિયાનમાં ભોગ બનેલ યુવાન હોસ્પીટલેથી નિકળી ગયો હતો.!
બાઈક સ્લીપ થઈ જતા ઇજા પામેલ વૃદ્ધા સારવારમાં
મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ અવધ સોસાયટી પાસેની કૈડકણાની વાડી પાસે રહેતા કાંતાબેન રામજીભાઈ પરમાર નામના ૬૦ વર્ષના સતવારા વૃદ્ધાને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.કાંતાબેન પરમાર તેમના પુત્રની પાછળ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં કેનાલ રોડ પાસે તેમનું બાઈક સ્લીપ થઈ જતા સર્જાયેલા અકસ્માત બનાવમાં તેઓ ઇજા પામતા સારવારમાં લઈ જવાયા હતા.હાલ હોસ્પિટલેથી જાણ કરવામાં આવતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.
બાઈક અથડાયા બાદ મારામારીમાં બે ને ઈજા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા પીપળી ગામના પાટીયા પાસે વાહન અથડાવાનો અકસ્માત બનાવ બન્યો હતો જે વાહન અકસ્માત સર્જાયા બાદ મારામારીનો બનાવ બનતા તેમાં ઇજા પામેલ સંજય જગજીવનભાઈ જેતપરિયા (૩૬) રહે.પટેલનગર આલાપ રોડ મોરબી તેમજ ફેજીરજા સાહેબરજા સૈયદ (૩૫) રહે.ગાયત્રીનગર શિવમ હોસ્પિટલ પાછળ મહેન્દ્રનગર સામાકાંઠે મોરબી-૨ ને અત્રેની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.