મોરબી: ધંધામાં રોકેલ નાણા ફસાઈ જતા ટેન્શનમાં આવી ગયેલ યુવાને ના કરવાનું કરી નાખતા સારવારમાં
મોરબી નજીક રોડ ક્રોસ કરતાં વૃદ્ધનું માથું કચડી નાખનારા ટ્રક ચાલકની ધરપકડ
SHARE
મોરબી નજીક રોડ ક્રોસ કરતાં વૃદ્ધનું માથું કચડી નાખનારા ટ્રક ચાલકની ધરપકડ
મોરબીના જાંબુડીયા ગામની સીમમાં ઓવરબ્રિજ ઉતરતા રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને ટ્રક ચાલકે હડફેટે લીધા હતા અને તેના માથા ઉપરથી ટ્રકના ટાયર ફેરવી દીધા હતા જેથી કરીને વૃદ્ધનું માથું ચગદાઈ જવાના કારણે અને શરીરે ગંભીર ઇજા થવાથી વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેની ફરિયાદ નોંધાયેલ હતી તેના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને તેની ટીમે આરોપીની ધરપકડ કરેલ છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા અને મજૂરી કામ કરતા દિનેશભાઈ પ્રભુભાઈ સાથલીયા જાતે કોળી (૪૫)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૧૨ એયુ ૯૩૨૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, જાંબુડીયા ગામ નજીક આવેલ ઓવરબ્રિજ ઉતરતા તેઓના પિતા પ્રભુભાઈ ચતુરભાઈ સાથલીયા જાતે કોળી (૭૨) ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન ટ્રક ચાલકે તેઓને હડફેટે લીધા હતા અને રસ્તા ઉપર પાડી દઈને તેના માથા ઉપરથી ટ્રકના ટાયર ફેરવી દીધા હતા જેથી તેનું માથું ચગદાઈ જવાથી મોત નીપજયું હતું અને આરોપી પોતાના હવાલા વાળો ટ્રક રોડ સાઈડમાં રેઢો મૂકીને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જે બનાવની મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો અને આ ગુનામાં પીએસઆઇ ડી.ડી. જોગેલાએ આરોપી ટ્રક ચાલક શંકરલાલ બાબુલાલ લોંચા જાતે આદિવાસી (૪૪) રહે. દેવપર નખત્રાણા જિલ્લો કચ્છ વાળાની ધરપકડ કરેલ છે
પત્ની ઉપર હુમલો કરનાર પતિની ધરપકડ
મોરબીના આમરણ ગામે પટેલ ડેલીમાં રહેતા ભારતીબેન ભરતભાઈ સોલંકી જાતે ભીલ (૩૦) નામની મહિલાએ પોતાના જ પતિ ભરતભાઈ બાબુભાઈ સોલંકી રહે.આમરણ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિ તેણીના માવતર વિશે મેંણા મારતા હતા. જેથી કરીને ફરિયાદી મહિલાએ માવતર વિશે ન બોલવા કહ્યું હતું. ત્યારે ફરિયાદીના પતિ ભરતભાઇ ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલાને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો.તેમજ પત્નિના પેટના ભાગે છરી વડે છરકો કરીને ઇજા કરેલ હતી જેની મહિલાએ તેના જ પતિની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા દ્વારા આરોપી ભરતભાઈ બાબુભાઈ સોલંકી (૩૫) રહે.આમરણ વાળાની ધરપકડ કરેલ છે