મોરબીના ચરાડવા ગામ પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત, સાપ કરડી ગયા બાદ સારવારમાં રહેલ બાળકનું મોત મોરબીમાંથી ટ્રાન્સપોર્ટર ગુમા થવાના ગુનામાં પકડાયેલા આરોપીના ચાર દિવસના રિમાન્ડ મોરબીની માધાપરવાડી શાળાના 800 વિદ્યાર્થીઓને ફુલસ્કેપ અર્પણ કરીને જન્મ દિન ઉજવાયો મોરબી જિલ્લાના વિકાસ કામો અને ચાંદીપુરા વાઈરસ સંદર્ભે સમીક્ષા કરતાં પ્રભારી સચિવ મનિષા ચંદ્રા મોરબી વન વિભાગની ચેર રેંજ દ્વારા મોટી બરારની શાળામાં વિશ્વ મેંગ્રુવ  દિન ઉજવાયો મોરબીના એસપી રોડે બહુમાળીમાં ઘરના સભ્યોને જમવાનું આપવા ગયેલ બાળક પાંચમા માળેથી નીચે પડતાં મોત વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં પત્ની સાથે વતનમાં જવા બાબતે મનદુખ થતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું મોરબીના મહેન્દ્રનગર પાસે બહુમાળીમાં કામ સમયે માથે ઈંટ પડતાં ઇજા પામેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા સર્વ હિન્દૂ જ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાયો


SHARE







વાંકાનેરમાં સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા સર્વ હિન્દૂ જ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાયો

સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા સર્વ હિન્દૂ જ્ઞાતિ ૧૦૧ દીકરીના ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જોકે આ સમુહ લગ્નોત્સવમાં ૨૮ દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.આ આયોજનમાં સંતો-મહંતો, રાજકીય મહાનુભાઓ, અન્ય આગેવાનો તેમજ સમાજના ૧૫ હજારથી વધુ લોકો સમુહલગ્નોત્સવમાં સામેલ થયા હતા.વાંકાનેરની દરેક સંસ્થાઓએ સેવા આપી હતી.આ સામુહીક લગ્નોત્સવમાં રીતિકા ઠાકોર, રાજુભાઈ સાકરીયા, આરતી ઠાકોરે લગ્નગીતની રમઝટ બોલાવી હતી અને લગ્નોત્સવમાં દીકરીઓને ૧૦૧ વસ્તુઓ કરિયાવરમાં ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને કાર્યક્રમના મુખ્ય દાતાઓ તેમજ અનેક સ્થાનિક આગેવાનોએ હાજરી આપી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવામાં જયેશભાઈ સોમાણી (અધ્યક્ષ સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ), જગદીશભાઇ બાંભણીયા (ઉપપ્રમૂખ સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ), ભરતભાઇ હડાણી (મોરબી જિલ્લા પ્રમુખ અ.ભા.કો.સ.) અને વાલજીભાઈ ધરજિયા સહિતના ગૃપે જહેમત ઉઠાવી હતી




Latest News