મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબી કમોસમી વરસાદના પગલે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સાવચેતીના પગલાની માહિતી જારી કરાઈ


SHARE











મોરબી કમોસમી વરસાદના પગલે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સાવચેતીના પગલાની માહિતી જારી કરાઈ
હવામાન ખાતાની આગાહી અનુસાર મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જેને ધ્યાને લેતા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂત મિત્રોને તૈયાર થયેલ ફળ અને શાકભાજી ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા, ઉત્પાદન અવસ્થાના બાગાયતી પાકોનો સુરક્ષિત સંગ્રહ કરવા, બાગાયતી પાકોમાં પિયત ટાળવું તેમજ કેળ, પપૈયા દાડમ તથા જામફળ જેવા ફળ પાકોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી વગેરે પગલા તાત્કાલિક લેવા જણાવવામાં આવ્યું છે.

વધુમાં બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતો મિત્રોને જણાવવાનું કે આગાહી દરમિયાન કોઈ પણ રાસાયણિક સેન્દ્રિય ખાતરો કે હોર્મોન્સના છંટકાવ કરવા નહિ, વાદળછાયું વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું અને જરૂર જણાય તો ફુગનાશક અથવા જૈવિક દવાઓનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. વધુ માહિતી માટે મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીનો સંપર્ક કરવા મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
બાગાયતની યોજનાઓ માટે I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરી હોય તેવા બાગાયતદાર ખેડૂતો જોગ
ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતા દ્વ્રારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરેલ હોય પરંતુ જેઓએ ઓનલાઇન અરજી સાથે જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીએ રજૂ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાઓથી વંચિત રહી ન જાય તે હેતુથી ઓનલાઇન અરજીપત્રક સાથે નવા ૭-૧૨,૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપત્ર(અનુ. જાતિ) જેવા સાધનિક કાગળો દિન-૫ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં.૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦, મોરબીના સરનામે અચુક રજૂ કરવા જણાવવામાં આવે છે જેની સર્વે ખેડૂતોએ નોંધ લેવા મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.






Latest News