મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબીના ખેવારીયાથી નારણકા વચ્ચેનો જોખમી રસ્તો: અકસ્માતનો ભય


SHARE







મોરબીના ખેવારીયાથી નારણકા વચ્ચેનો જોખમી રસ્તો: અકસ્માતનો ભય

મોરબી તાલુકાના ખેવારીયા અને નારણકા ગામના રસ્તો જોખમી બન્યો છે. એટલું જ નહિં ખેત તળવાડાને લઈને પણ અકસ્માત સર્જાઈ તેવો ભય સેવાઈ રહ્યો છે.જોકે નારણકા ગ્રામ પંચાયતના સરપંચે રજૂઆત પણ કરેલ હોવા છતાં કોઈ કામગીરી કરવામાં નહિ આવતા આવનાર દિવસોમાં અકસ્માતના બનાવો સામે આવે તેવી ભીતી સેવાઈ રહી છે.

મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ખેવારીયા ગામથી નારણકા ગામ જવાના રસ્તે ખેવારીયા ગામ નજીક આવેલ તળાવની પાળ પાસેનો રસ્તો જર્જરીત હાલતમાં છે.એટલું જ નહિં આ રસ્તા પાસે જ તળાવ હોય રાત્રિના સમયે પસાર થતાં વાહન ચાલકો જો ભુલ ખાઈ જાય તો અકસ્માત સર્જાય શકે છે.આ સંદર્ભમાં નારણકા ગામના મહિલા સરપંચ ભાણીબેન બોખાણીએ અગાઉ પણ રજૂઆત કરેલ છે.તેમણે અગાઉ કરેલ લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, ખેવારીયાથી નારણકા ગામ વચ્ચેના રસ્તા પર ગામેરી કુવા પાસે તથા નારણકા-ખેવારીયા વચ્ચે નાલા બનાવવાની ખાસ જરૂરિયાત છે.તેમજ ખેવારીયા ગામના વિવિધ ખાતેદાર ખેડૂતોએ નારણકા ગામ જવાના રસ્તે એકદમ નજીક ખેત તલાવડા બનાવેલ છે.જે અત્યંત ભયજનક છે.તેમજ ખેવારીયા ગામ નજીક આવેલ ખેત તળાવડા પાસેનો રસ્તામાં બે થી વધુ વાહન સામેથી પસાર થવાની જો ભુલ થઇ જાય તો અકસ્માત થઇ શકે છે.તેથી તાત્કાલિકના ધોરણે તળાવ પાસે સુરક્ષિત દિવાલ અથવા વ્યવસ્થિત ભરતી ભરી કામગીરી કરવામાં આવે તેવું ગામના લોકો પણ ઇચ્છી રહ્યા છે.






Latest News