મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ મોરબીમાં રોડ સાઈડમાં સૂતેલા બાળકની છાતિ ઉપરથી કારનું ટાયર ફરી ગયુ ! મોરબીના રંગપર નજીક નાલામાં ડૂબી જતા 4 વર્ષના બાળકનું મોત: જૂના રફાળેશ્વર રોડે કારખાનામાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત મોરબી નજીકથી 315 બોટલો દારૂ ભરેલ ગાડી સાથે 2 શખ્સ ઝડપાયા: 8.75 લાખનો મુદમાલ કબ્જે મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રી-પ્રદેશ પ્રમુખની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઘરમાં ચક્કર આવતા પડી ગયેલ આધેડ અને કામ કરતાં સમયે બે એપાર્ટમેન્ટ વચ્ચે પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરામાં જુગાર રમતા પાંચ જુગારીની ૧૨,૧૦૦ ની રોકડ સાથે ધરપકડ


SHARE





વાંકાનેરના જીનપરામાં જુગાર રમતા પાંચ જુગારીની ૧૨,૧૦૦ ની રોકડ સાથે ધરપકડ

વાંકાનેરમાં જીનપરામાં આવેલ રામજી મંદિર ચોક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગાની રેડ કરી હતી ત્યારે પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૨૧૦૦ ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરના જીનપરામાં આવેલ રામજી મંદિર પાસે ચોકમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જનકભાઈ પરસોતમભાઈ બાવળીયા (૩૭) રહે. જીનપરા શેરી નં-૧૨ વાંકાનેર, સુનિલભાઈ રમેશભાઈ રાણેવાડિયા (૨૦) રહે જીનપરા શેરી નં-૧૨ વાંકાનેર, રફિકભાઈ જુનાભાઈ કુરેશી (૨૨) રહે. જીનપરા શેરી નં-૧૦ વાંકાનેર, રમેશભાઈ રામજીભાઈ ડાભી (૩૪) રહે. જીનપરા શેરી નં-૧૨ વાંકાનેર અને હુસેનભાઈ વલીમહમદભાઈ શેખાણી (૩૬) રહે. જીનપરા શેરી નં-૨ વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૨,૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આગ લાગતા ઘરમાં નુકશાન

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ પારેખ શેરીમાં મકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી કરીને મકાન સળગી ગયું હતું જે બનાવ સંદર્ભે ઘરધણી હર્ષાબેન નિલેશભાઈ પારેખ જાતે વાણીયા (૬૦) રહે. હાલ રાજકોટ યુનિવર્સિટી રોડ ગંગોત્રી પાર્ક મેઇન રોડ વિવાંતા અનંતા બિલ્ડીંગ ફ્લેટ નંબર ૧૪૦૪-૧૪ રાજકોટ મૂળ રહે. પારેખ શેરી ગ્રીન ચોક પાસે મોરબી વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News