મોરબી નજીક કારખાનામાં પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ન કરવાનું કર્યું: મહિલા સારવારમાં
મોરબીના લખધીરપુર રોડે કારખાના નજીક કુતરાએ બચકાં ભરી લેતા વૃદ્ધ-બાળક સારવારમાં
SHARE









મોરબીના લખધીરપુર રોડે કારખાના નજીક કુતરાએ બચકાં ભરી લેતા વૃદ્ધ-બાળક સારવારમાં
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાન નજીક હડકાયા કૂતરાએ વૃદ્ધ અને બાળકને બચકા ભરી લીધા હતા જેથી કરીને તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
છેલ્લા ઘણા સમયથી મોરબી શહેર અને તાલુકાના જુદાજુદા વિસ્તારોની અંદર હડકાયા કુતરાનો આતંક જોવા મળી રહ્યો છે અને રસ્તે જતા બાળકો, મહિલાઓ, વૃદ્ધો વગેરેને હડકાયા કુતરા બચકા ભરી લેતા હોય તેવી ઘટનાઓ સામે આવી છે તેવામાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ લેકસેસ સીરામીક પાસે હડકાયા કૂતરાએ અર્ચિત માનવીત આદિવાસી (૭) અને ગબૂચીભાઈ ગંગાલાલ (૬૦) નામના બે વ્યક્તિઓને બચકા ભરી લીધા હતા જેથી કરીને તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આ મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મહિલા ફિનાઇલ પી ગઈ
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઘૂચરની વાડીમાં રહેતી આરતીબેન દિનેશભાઈ ડાભી (૨૨) નામની યુવતી પોતે પોતાના ઘરે હતી ત્યારે ફિનાઇલની ગોળી પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી
મારા મારીમાં ઇજા
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ કનૈયા હોટલ સામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના રણછોડનગરમાં રહેતા મુસ્તાક ફતેમામદ કટિયા (૩૦) ને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી
