વાંકાનેરના જીનપરામાં જુગાર રમતા પાંચ જુગારીની ૧૨,૧૦૦ ની રોકડ સાથે ધરપકડ
મોરબીમાં બાઇક સ્લીપ થવાની ચાર ઘટના: વૃદ્ધા, મહિલા અને બાળક સહિતના ચાર વ્યક્તિઓ સારવારમાં
SHARE









મોરબીમાં બાઇક સ્લીપ થવાની ચાર ઘટના: વૃદ્ધા, મહિલા અને બાળક સહિતના ચાર વ્યક્તિઓ સારવારમાં
મોરબી શહેરના જુદા જુદા ચાર વિસ્તારોની અંદર બાઈક સ્લીપ થવાની ઘટના બની હતી જેમાં ઇજા પામેલ વૃદ્ધા, મહિલા અને બાળક સહિતના ચાર વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવોની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીમાં વાંકાનેર દરવાજા પાસેથી બાઈક લઈને સૂરજકુમાર ધર્મેન્દ્રભાઈ તિવારી (૧૯) નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તેનું બાઈક સ્લીપ થયું હતું જેથી તે યુવાનને ઇજા થતાં સારવારમાં ખસેડાયો હતો આવી જ રીતે મોરબીના વાવડી રોડ ઉપર રહેતા પ્રવીણ રસાભાઈ અલગોતર (૧૩) નામનો બાળક બાઇકમાં પાછળના ભાગે બેસીને વાવડી રોડ ઉપર આવેલ દરગાહ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માતના બનાવમાં બાળકને ઇજા થઈ હતી તે ઉપરાંત મોરબીમાં છાત્રાલય રોડ ઉપર બાઈક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો જેમાં કીર્તિબેન મહેન્દ્રભાઈ પંડયા (૫૩) નામના મહિલાને ઈજા થયો હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા તેમજ મોરબીના મહાવીરનગરમાં રામજી મંદિર પાસે પંચાસર રોડ ઉપર રહેતા કાંતાબેને લાલજીભાઈ કંઝારીયા (૬૭) નામના વૃદ્ધા તેના પૌત્ર સાથે બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માતના આ બનાવમાં તેઓને ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ ચારેય બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
