લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ ઉપર સ્પામાં રેડ: બે શખ્સની પોલીસે કરી ધરપકડ


SHARE

















મોરબીના પંચાસર રોડ ઉપર સ્પામાં રેડ: બે શખ્સની પોલીસે કરી ધરપકડ

મોરબી પોલીસ વિભાગના હ્યુમન ટ્રાફિકિંગ શાખાના સ્ટાફ દ્વારા બાતમીના આધારે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સ્પામાં રેડ કરવામાં આવી હતી. ત્યારે છટકુ ગોઠવીને મોકલવામાં આવેલા ડમી ગ્રાહકને અનૈતિક શરિરસુખ માણવા માટે સાધન-સગવડ પૂરી પાડવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું અને સ્થળ ઉપર ચાર સ્ત્રીઓ હોય હાલમાં પોલીસે વિવિધ કલમો હેઠળ સ્પા સંચાલક તથા અન્ય એક વ્યક્તિ એમ બે સામે ફરિયાદ નોંધીને બંનેની ધરપકડ કરી હતી.

આ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના હ્યુમન ટ્રાફિકિંગ શાખાના પીઆઇ એન.એ.વસાવા તથા સ્ટાફ કાર્યરત હતો.દરમિયાનમાં સ્ટાફને મળેલ બાતમીના આધારે તેઓએ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ઉમિયા માર્કેટમાં ચાલતા "આનંદા સ્પા" નામની દુકાનમાં તા.૧૪-૫ ના રાત્રિના આઠેક વાગ્યે રેડ કરી હતી અને ત્યાંથી અનૈતીક રીતે જ કોઇપણ જાતના દેહ વ્યાપારના લાયસન્સ વિના બહારથી સ્ત્રીઓ બોલાવીને ગ્રાહકોને અનૈતિક સુખ માણવાના સાધન-સગવડતા પૂરી પાડવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ડમી ગ્રાહક દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી અને ત્યારે ઉપરોક્ત આનંદા સ્પા નામની દુકાનની અંદર અનૈતિક રીતે શરીર સુખ માણવા માટે આવતા ગ્રાહકોને માટે બહારથી સ્ત્રીઓ બોલાવવામાં આવી હતી અને સ્પામાં રાખવામાં આવતી હોવાનું પોલૂસને માલુમ પડ્યું હતું.જેથી હાલમાં હ્યુમન ટ્રાફિકિંગ શાખાના પીઆઈ એ.ને.વસાવા દ્વારા ઉપરોક્ત આનંદા સ્પાના સંચાલક ધર્મેન્દ્ર કેશવજીભાઈ કાવર પટેલ (૪૧) રહે.ધ્રુવનગર તા.ટંકારા જી.મોરબી તેમજ ત્યાં કામકાજ કરતા રાહુલ ગોરધનભાઈ બારૈયા જાતે કોળી (૧૯) રહે.ત્રાજપર ચોરાવાડી શેરી સામેકાંઠે મોરબી-૨ તથા તપાસમાં ખુલે તેમની સામે ધી ઇમોરલ પ્રિવેન્જઝન એક્ટ ૧૯૫૬ ની કલમ/૩(૧)૪, ૫(૧)એ, ૫(૧)ડી તથા ૬(૧)બી મુજબ ગુનો દાખલ કર્યો હતો અને હાલમાં ધર્મેન્દ્ર કેશવજીભાઈ કાવર અને રાહુલ ગોરધનભાઈ બારૈયાની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.આ કેસની આગળની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના મહિલા પીએસઆઇ પી.આર.સોનારાને સોંપવામાં આવેલ છે.

અત્રે નોંધનીય છે કે મોરબી સીટી વિસ્તાર તથા હાઇવે વિસ્તાર ઉપર તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં આ રીતે સ્પામાં ગોરખ ધંધા થતા જ હોય છે.પરંતુ સમયાંતરે તેનું ચેકિંગ કરવામાં આવે તો આવા અનેક અનૈતિક ધામો સામે આવે તેમ છે.જોકે આ મુદ્દે અગાઉ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા અને તે સમયે કામગીરી બતાવવા માટે અમુક જગ્યાઓએ તપાસ કરીને એકલ-દોકલ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.જોકે પાછળથી કોઈ કાર્યવાહી થતી ન હોય આજે મોરબીનું યુવા ધન આ બાબતે બરબાદ થઈ રહ્યુ હોય યુવાનોને ગેરમાર્ગે દોરતા આવા સ્પા સામે કડક હાથે કામ લેવામાં આવે તેવી લોકોમાંથી પણ માંગ ઉઠી રહી છે.જોકે ટુ-વ્હીલર ચાલકો અને કાર ચાલકોની સામે જે ત્વરીતતાથી કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે છે તેવી ઝડપી કાર્યવાહી અને સમયાંતરે કાર્યવાહી આવા અનૈતીકધામો ઉપર પણ કરવામાં આવે તે જરૂરી છે.




Latest News