મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા કક્ષાના પ્રાથમિક વિભાગના કલાઉત્સવની ઉજવણી કરવામાં આવી


SHARE













ટંકારા તાલુકા કક્ષાના પ્રાથમિક વિભાગના કલાઉત્સવની ઉજવણી કરવામાં આવી

"આઝાદીકા અમૃત મહોત્સવ" કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કલાઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધી ચિત્ર, કાવ્યગાન, વકતૃત્વ અને નિબંધ લેખન સ્પર્ધાઓ યોજવાનું આયોજન કરવામાં આવેલ હતું

ટંકારા તાલુકાનો ઉચ્ચ પ્રાથમિક વિભાગનો કલાઉત્સવ તા ૧૮/૧૦ ના રોજ યોજાઈ ગયો હતો જેમાં ટંકારા તાલુકાની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોએ શાળા કક્ષાએ ભાગ લઈ, તેમાં પ્રથમ નંબર મેળવેલ બાળકોએ સી.આર.સી. કક્ષાએ ભાગ લીધો હતો અને સી.આર.સી. કક્ષાએ તમામ ચારેય સ્પર્ધામાં પ્રથમ-પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓએ બી.આર.સી.કક્ષાના કલાઉત્સવમાં ભાગ લીધો હતો. તમામ બાળકોએ ખૂબ મહેનતથી તૈયારી કરીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

આ તકે ચિત્ર સ્પર્ધામાં હરિપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ખરાળી મનીષ, કાવ્યગાન સ્પર્ધામાં ઓટાળા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પરમાર દામિની, નિબંધ સ્પર્ધામાં નેસડા(ખા) પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની બારૈયા વિશ્વા તેમજ વકતૃત્વ સ્પર્ધામાં વાછકપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી સાકરીયા અર્જુને પ્રથમ નંબર મેળવ્યો હતો. આ તમામ પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ભાગ લઈ ટંકારા તાલુકાનું નેતૃત્વ કરશે.

આ તકે પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ૫૦૦, દ્વિતીય નંબર મેળવનારને ૩૦૦ તેમજ તૃતીય નંબર મેળવનારને ૨૦૦ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છાયાબેન  માકાસણા, ઉપપ્રમુખ કૌશિકભાઈ ઢેઢી, શૈલેષભાઈ સાણંજાએ હાજરી આપી હતી. ટંકારા તાલુકા કક્ષાના કલા ઉત્સવના સફળ બનાવવા માટે બી.આર.સી. કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, તમામ સી.આર.સી.કો-ઓર્ડિ. તેમજ બી.આર.સી. ભવનના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.






Latest News