માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા કક્ષાના પ્રાથમિક વિભાગના કલાઉત્સવની ઉજવણી કરવામાં આવી


SHARE

















ટંકારા તાલુકા કક્ષાના પ્રાથમિક વિભાગના કલાઉત્સવની ઉજવણી કરવામાં આવી

"આઝાદીકા અમૃત મહોત્સવ" કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કલાઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધી ચિત્ર, કાવ્યગાન, વકતૃત્વ અને નિબંધ લેખન સ્પર્ધાઓ યોજવાનું આયોજન કરવામાં આવેલ હતું

ટંકારા તાલુકાનો ઉચ્ચ પ્રાથમિક વિભાગનો કલાઉત્સવ તા ૧૮/૧૦ ના રોજ યોજાઈ ગયો હતો જેમાં ટંકારા તાલુકાની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોએ શાળા કક્ષાએ ભાગ લઈ, તેમાં પ્રથમ નંબર મેળવેલ બાળકોએ સી.આર.સી. કક્ષાએ ભાગ લીધો હતો અને સી.આર.સી. કક્ષાએ તમામ ચારેય સ્પર્ધામાં પ્રથમ-પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓએ બી.આર.સી.કક્ષાના કલાઉત્સવમાં ભાગ લીધો હતો. તમામ બાળકોએ ખૂબ મહેનતથી તૈયારી કરીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

આ તકે ચિત્ર સ્પર્ધામાં હરિપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ખરાળી મનીષ, કાવ્યગાન સ્પર્ધામાં ઓટાળા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પરમાર દામિની, નિબંધ સ્પર્ધામાં નેસડા(ખા) પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની બારૈયા વિશ્વા તેમજ વકતૃત્વ સ્પર્ધામાં વાછકપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી સાકરીયા અર્જુને પ્રથમ નંબર મેળવ્યો હતો. આ તમામ પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ભાગ લઈ ટંકારા તાલુકાનું નેતૃત્વ કરશે.

આ તકે પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ૫૦૦, દ્વિતીય નંબર મેળવનારને ૩૦૦ તેમજ તૃતીય નંબર મેળવનારને ૨૦૦ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છાયાબેન  માકાસણા, ઉપપ્રમુખ કૌશિકભાઈ ઢેઢી, શૈલેષભાઈ સાણંજાએ હાજરી આપી હતી. ટંકારા તાલુકા કક્ષાના કલા ઉત્સવના સફળ બનાવવા માટે બી.આર.સી. કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, તમામ સી.આર.સી.કો-ઓર્ડિ. તેમજ બી.આર.સી. ભવનના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.




Latest News