મોરબી ઘટક-૧ની આંગણાવાડીઓમાં બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો
અનોખો ઇતિહાસ: મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા લાંચના ત્રણ કેસમાં એક ટીડીઓ-બે તલાટી કમ મંત્રીને સજા ફટકારતી કોર્ટ
SHARE
અનોખો ઇતિહાસ: મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા લાંચના ત્રણ કેસમાં એક ટીડીઓ-બે તલાટી કમ મંત્રીને સજા ફટકારતી કોર્ટ
મોરબીની કોર્ટમાં હળવદ તાલુકાના જુદાજુદા ત્રણ લાંચના કેસ ચાલી ગયા હતા જેમાં અનોખો ઇતિહાસ રચાયો છે અને મોરબીના સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધએ એક ટીડીઓ અને બે તલાટી કમ મંત્રી આમ કુલ મળીને ત્રણ લાંચિયા અધિકારીઓને ચાર-ચાર વર્ષની સજા અને ૨૦-૨૦ હજારનો દંડ કર્યો છે
મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ લાંચિયા અધિકારીના કેસની માહિતી આપતા સરકારી વકીલે જણાવ્યુ હતું કે, પ્રતાપગઢ ગામે રહેતા ફરિયાદી રમેશભાઈ પ્રેમજીભાઈ ફૂલતરીયાએ વર્ષ ૨૦૦૮ માં મયુરનગરમાં આવેલ ખેતીની જમીનનો દાખલો લેવો હતો ત્યારે તલાટી કમ મંત્રી ચીમનલાલ હીરાભાઈ દસાડિયાએ ૫૦૦ રૂપિયાની લાંચ માંગી હતી જેથી કરીને એસીબીમાં ફરિયાદ કરતા લાંચ લેતા આરોપી રંગે હાથ પકડાયો હતો જે કેસ મોરબીના સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ૭ મૌખિક અને ૨૫ દસ્તાવેજી પુરાવા તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી. દવેની દલીલો ધ્યાને લઈને કોર્ટે આરોપી તલાટી કમ મંત્રી ચીમનલાલ હીરાભાઈ દસાડિયાને ચાર વર્ષની સજા અને ૨૦ હજારનો દંડ કર્યો છે
તો બીજા કેસમાં હળવદના રહેવાસી આશિષ કુમાર રામભાઈ પટેલને હળવદ તાલુકા પંચાયતમાં ઝેરોક્ષનો કોન્ટ્રાકટ મળ્યા હતો અને ત્યારે બાદ કોન્ટ્રાકટ પૂરો થતા ડિપોઝીટની રકમ પરત મેળવવા વર્ષ ૨૦૧૩ માં ગયા હતા ત્યારે ટીડીઓ મુકુન્દરાય લક્ષ્મીશંકર પાણેરી (રહે. રાજકોટ) વાળાએ તેની પાસેથી બે હજારની લાંચ માંગી હતી જેથી એસીબીમાં ફરિયાદ કરતાં એસીબીએ છટકું ગોઠવીને તેને રંગે હાથે પકડી લઈને ગુનો નોંધાયો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતાં ૬ મૌખિક અને ૧૮ દસ્તાવેજી પુરાવા તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી. દવેની દલીલને ધ્યાને લઈ સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધએ આરોપીને ચાર વર્ષની સજા અને ૨૦ હજારનો દંડ કર્યો છે
જયારે ત્રીજા કેસમાં હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા વિપુલભાઈ રાજેન્દ્રભાઇ ભોરણીયાએ વર્ષ ૨૦૦૯ માં વારસાઈ એન્ટ્રીની કામગીરી કરાવવી હતી ત્યારે તલાટી કમ મંત્રી જગદીશભાઈ નવનીતભાઈ ભટ્ટે ૧૪ હજારની લાંચ માંગી હતી અને બાદમાં ૧૨ હજારમાં નક્કી કર્યા હતા અને લાંચની રકમ પેટેના ૬૦૦૦ આરોપીએ લીધા હતા ત્યારે એસીબીએ તેને રંગે હાથે પકડી લીધો હતો અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં ૬ મૌખિક અને ૩૩ દસ્તાવેજી પુરાવા તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી. દવેની દલીલોને ધ્યાને લઈને સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધએ આરોપીને ચાર વર્ષની સજા અને ૨૦ હજારનો દંડ કર્યો છે