મોરબીમાં રાહતદરે નોટબુક, ચોપડા, કંપાસ, સ્કૂલબેગનું વિતરણ કરાશે
SHARE









મોરબીમાં રાહતદરે નોટબુક, ચોપડા, કંપાસ, સ્કૂલબેગનું વિતરણ કરાશે
મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા મેટ્રો સિરામિક તથા લેનકોસા સિરામિકના સહયોગથી મોરબીમાં આગામી રવિવાર તા ૨૬ ના રોજ રાહતદરે નોટબુક, ચોપડા, કંપાસ અને સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવશે.
વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા ૨૬ ને રવિવારના રોજ સવારે ૭ વાગ્યાથી મોરબીના રવાપર રોડ પર આવેલ ડાયમંડ બ્યૂટી પાર્લરની પાછળ કાલિકા પ્લોટ શેરી નં-૩ માં રાહતદરે એ-૪ સાઈઝના કોલેજબુક, ફુલસ્કેપ લોંગબુક, સ્ટાન્ડર્ડ નોટબુક, નાની નોટબુક, કંપાસ બોક્સ, સ્કૂલબેગ, ટ્રાન્સપરેન્ટ પેડનું વિતરણ કરવામાં આવશે. આ તમામ બુક ક્લાસમેટ કંપનીની આપવામાં આવશે. જેથી કરીને વહેલા તે પહેલાના ધોરણે વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા જણાવાયું છે. અને વધુ માહિતી માટે મો.નં. ૯૪૨૬૨ ૨૧૮૪૮ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે
