ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો સાંસદ વિનોદભાઇ ચાવડા તરફથી સુખપરમાં ભાઇબીજના દિવસે સ્નેહમિલન, પાટકોરી, મહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન.
Breaking news
Morbi Today

હળવદમાં ૨૫૦ બોટલ દારૂ-બીયર ભરેલ કાર સાથે બે શખ્સોની ધરપકડ


SHARE

























હળવદમાં ૨૫૦ બોટલ દારૂ-બીયર ભરેલ કાર સાથે બે શખ્સોની ધરપકડ

હળવદ તાલુકાના ટીકર ફાટક ખાતે રોડ પાસેથી પસાર થઈ રહેલી કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે કારમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી ૨૦૪ બોટલો તેમજ ૪૬ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૩૭૯૦૦ ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો અને બે લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને ૨,૩૭,૯૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદમાં આવેલ ટીકર ફાટક ખાતે રોડ ઉપરથી કાર નંબર જીજે ૫ જેએચ ૧૭૪૧ પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની મોટી બોટલોની ચાર પેટી અને નાની બોટલોની ત્રણ પેટી આમ કુલ મળીને દારૂની ૨૦૪ બોટલો અને બિયરના ૪૬ ટીન ગાડીમાંથી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૩૭૯૦૦ ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો તેમજ બે લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને ૨,૩૭,૯૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગાડીમાં બેઠેલ આરોપી નવઘણભાઈ ભીમજીભાઇ સનુરા જાતે કોળી (૨૦) રહે. જુના ઘાટીલા તાલુકો માળીયા મીયાણા અને કલ્પેશભાઇ હસમુખભાઈ પરમાર જાતિ અનુ. જાતી (૧૯) રહે. બસ સ્ટેશન પાછળ હળવદ વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ શખ્સો પાસે ગાડીમાંથી મળી આવેલ દારૂ અને બિયરનો જથ્થો તે ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબી કંડલા બાઇપાસ રોડ ઉપર આવેલ ફ્લાઈઓવર બ્રિજ નજીક ભરડીયા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા હબીબ હાસમભાઈ સંધિ (૩૦) નામના યુવાનને ઇજા થઇ હોવાથી સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને બનાવની પ્રાથમિક તપાસ મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવી હતી.

 




Latest News