વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં પાવડર નીચે દટાઈ જવાથી યુવાનનું મોત
SHARE
વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં પાવડર નીચે દટાઈ જવાથી યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કાસાગ્રેસ કારખાનામાં કામગીરી દરમિયાન સ્ટોરેજ વિભાગમાં પાવડર નીચે યુવાન દટાઈ ગયો હતો જેથી કરીને ઘટના સ્થળે જ તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કાસાગ્રેસ સીરામીક કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો અનુરાગ મંગલી કેષપુર (૨૭) નામનો યુવાન કારખાનામાં આવેલ સ્ટોરેજ વિભાગમાં હતો ત્યારે તેની ઉપર પાવડર પડતાં પાવડર નીચે દટાઈ જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ આ યુવાનના મૃતદેહને શૈલેષભાઈ વરમોરા વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા દ્વારા કરવામાં આવી હતી.
મારામારીમાં ઇજા
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા વિપુલ રામશ્રય પાંડે (૩૦) નામના યુવાનને તેના ઘર પાસે મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.