મોરબીના કુલીનગરમાં ઘરમાંથી ૫૫ બોટલ દારૂ ઝડપાયો, ઘરધણી સહિત બે શખ્સોની શોધખોળ
SHARE
મોરબીના કુલીનગરમાં ઘરમાંથી ૫૫ બોટલ દારૂ ઝડપાયો, ઘરધણી સહિત બે શખ્સોની શોધખોળ
મોરબીના વીસીપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ ઉપર આશ્રમની સામેના ભાગમાં કુલીનગર-૧ માં રહેતા શખ્સનાં ઘરે દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૫૫ બોટલો મળી આવતા પોલીસે ૨૧૬૭૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે રેડ કરવામાં આવી ત્યારે આરોપીઓ હાજર ન હોવાથી બે શખ્સોની સામે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ ઉપર આશ્રમની સામેના ભાગમાં આવેલ કુલીનગર-૧ માં રહેતા મોહસીનભાઈ જુમાભાઈ માલાણીના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૫૫ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૧,૬૭૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપીઓ ઘરે હાજર ન હતા જેથી કરીને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાજીદ કાદરભાઇ લધાણી અને મોહસીન જુમાભાઈ માલાણી જાતે મિયાણા રહે. બંને વીસીપરા ઘોળેશ્વર રોડ આશ્રમ સામે કુલીનગર-૧ વાળાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા રાજુભાઈ શૈલેષભાઈ સારેસા (૧૮) નામના યુવાનને તેના ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવી હતી.