મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

ટંકારાના લતીપર રોડે બંધ પડેલા ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં એકનું મોત: એક સારવારમાં


SHARE







ટંકારાના લતીપર રોડે બંધ પડેલા ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં એકનું મોત: એક સારવારમાં

ટંકારાના લતીપર રોડ ઉપર હીરાપર ગામ પહેલા મંદિર નજીક થી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈકના ચાલાકે રોડ સાઈડમાં ઉભેલા ટ્રકની પાછળના ભાગમાં તેનું બાઈક અથડાવ્યું હતુ જેથી કરીને બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું અને તે બાઈકમાં પાછળના ભાગે બેઠેલા વ્યક્તિને માથા અને જમણા પગના ઢીંચણ તથા સાથળના ભાગે ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામના રહેવાસી સિરાજભાઈ હમીરભાઇ વિકયાણી જાતે સંધિ (૩૦)એ હાલમાં મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલ સરાયા ગામે કુભાભાઇ આબાભાઇ ભરવાડની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મૃતક યુવાન રાકેશભાઈ કનાભાઇ વસુનિયા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ટંકારાના લતીપર રોડ ઉપર હીરાપર ગામ પહેલા રાજવીર કારખાના અને ખોડીયાર માતાજીના મંદિર વચ્ચે રસ્તા ઉપરથી રાકેશભાઈ વસુનિયાના બાઈક નંબર જીજે ૩૬ એજી ૩૫૨૦ માં તે પાછળ બેઠા હતા અને બાઇક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ ફૂલસ્પીડમાં તેનું બાઈક ચલાવ્યું હતું અને રોડ સાઇડમાં ઉભેલા ટ્રક નંબર જીજે ૩૬ એસી ૪૭૬૬ ની પાછળના ભાગે તેણે બાઈક અથડાવતા બાઈક ચલાવી રહેલ રાકેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું જોકે ફરિયાદી પાછળ બેઠેલ હોય તેને માથાના ભાગે અને જમણા પગમાં ઢીંચણ તથા સાથળના ભાગે ઇજાઓ થતા ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઈજા પામેલા યુવાનની ફરિયાદ લઈને મૃતકની સામે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી સોસાયટીમાં રહેતા મુન્નાભાઈ રફિકભાઈ પરમાર (૧૮) નામના યુવાનને મોરબીના વાવડી રોડ ઉપર આવેલ જનકનગર સોસાયટીમાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી છે.






Latest News