ટંકારાના લતીપર રોડે બંધ પડેલા ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં એકનું મોત: એક સારવારમાં
વાંકાનેરના સરતાનપર રોડે કારખાનાના કવાર્ટરમાં અજુગતું પગલું ભરી લેતા યુવાન સારવારમાં
SHARE
વાંકાનેરના સરતાનપર રોડે કારખાનાના કવાર્ટરમાં અજુગતું પગલું ભરી લેતા યુવાન સારવારમાં
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં કામ કરતો અને લેબર કવાર્ટરમાં રહેતો યુવાન ક્વાર્ટરમાં હતો ત્યારે તેને ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને તેને અર્ધ બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં હતી જોકે આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ મોઝાર્ટ સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો લલિતભાઈ રામબીલાલ સાંકેત (૨૫) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જેથી કરીને તે યુવાને અર્ધ બેભાન હાલતમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જોકે બનાવો વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી બનાવની ત્યાં જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
બાઇક સ્લીપ
મોરબીના વૈભવનગર વિસ્તારમાં રહેતા રામજીભાઈ હરસુરભાઈ ગઢવી (૭૨) નામના વૃદ્ધ કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ રામકૃષ્ણ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને રામજીભાઈ ગઢવીને ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે.