આડા સબંધની અસર: મોરબીમાં પ્રેમીકાને પામવા માટે પત્નીની હત્યા કરનારા પતિ-પ્રેમિકાની ધરપકડ, મહિલા આરોપી જેલ હવાલે મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારનાર આરોપી જેલ હવાલે હળવદમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 259 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીમાં નવનિર્મિત રોડની મુલાકાત લેતા ધારાસભ્ય મોરબીમાં ૩૧ ડિસેમ્બરના પીસી-પીએનડીટી એક્ટની સમીક્ષા બેઠક યોજાશે મોરબીમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ-૩.૦ અન્વયે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરાશે કચ્છના સાંસદ દ્વારા પુર્વ વડાપ્રધાન અટલજીના જન્મદિને સુશાસન  દિવસની ઉજવણી કરાઇ મોરબીમાં રહેતી ભૂમિ તોમરે સેંપક ટકરાવ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પતિએ છોકરાને ઠપકો દેવાની ના પડતાં બોલાચાલી બાદ અજુગતુ પગલુ ભરી ગયેલ મહિલાનું મોત


SHARE













મોરબીમાં પતિએ છોકરાને ઠપકો દેવાની ના પડતાં બોલાચાલી બાદ અજુગતુ પગલુ ભરી ગયેલ મહિલાનું મોત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મનીષ વિદ્યાલય પાસે ભગવતીપરામાં રહેતી મહિલા તેના સંતાનોને ઠપકો આપી રહી હતી ત્યારે તેના પતિએ ઠપકો આપવાની ના પડી હતી જેથી કરીને તેની સાથે બોલાચાલી થઈ હતી જે બાબતે તેને લાગી આવતાં મહિલાએ પોતાની જાતે ગળાફાંસો ખાધો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મનીષ વિદ્યાલય પાસે ભગવતીપરામાં રહેતા મંજુલાબેન દુદાભાઈ રાવા જાતે ભરવાડ (૩૫) નામની મહિલાએ પોતે પોતાના ઘરે હતી ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને અર્ધ બેભાન હાલતમાં પ્રથમ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને સારવાર વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ  ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની વધુમાં મોરબી સિટિ એ ડિવિજન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા પાસેથી જાણવા મળતી માહિતી મુજબ, મૃતક મંજુલાબેન તેમના છોકરાઓને ઠપકો આપતા હતા ત્યારે તેના પતિ દુદાભાઈ હીરાભાઈ રાવાએ છોકરાઓને ઠપકો દેવાની ના પાડી હતી જેથી કરીને પતિ અને પત્ની વચ્ચે બોલચાલી થઈ હતી તે બાબતે તેને લાગી આવતા ગત તા. ૨૧/૫ ના બપોરે દોઢ વાગ્યાના અરસામાં મહિલાએ પોતે પોતાના ઘરની અંદર રૂમની છતમાં લગાવેલ પંખા સાથે કપડું બાંધીને ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જેથી કરીને તેને સારવારમાં મોરબી બાદ રાજકોટ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું છે અને આ મહિલાનો લગ્ન ગાળો ૧૪ વર્ષનો છે જેની પણ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News