મોરબીમાં પતિએ છોકરાને ઠપકો દેવાની ના પડતાં બોલાચાલી બાદ અજુગતુ પગલુ ભરી ગયેલ મહિલાનું મોત
મોરબી નજીકના લાલપરમા જીમીત પટેલના ગોડાઉનેથી કરોડોના દારૂ કેસમાં કટિંગનો માલ લેનાર પાસેથી દારૂ લેનારા બે લોકલ બુટલેગરોની ધરપકડ
SHARE









મોરબી નજીકના લાલપરમા જીમીત પટેલના ગોડાઉનેથી કરોડોના દારૂ કેસમાં કટિંગનો માલ લેનાર પાસેથી દારૂ લેનારા બે લોકલ બુટલેગરોની ધરપકડ
મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉનમાંથી ૧.૫૧ કરોડ રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો જે ગુનામાં મુખ્ય આરોપીઓને પકડવાનો હજુ પણ બાકી છે જો કે, જીમીત પટેલના ભાડે રાખેલા ગોડાઉન સુધી દારૂ અને બિયરનો જથ્થો આપનાર તેના બે પૈકીનાં એક ભાગીદાર સહિતના ઘણા આરોપીઓને પોલીસ અત્યાર સુધીમાં પકડીને જેલ હવાલે કરેલ છે તેવામાં જીમીત પટેલના ગોડાઉન સુધી આવેલ દારૂ અને બીયરના જથ્થાનું કટિંગ કરવામાં આવે તેમાંથી માલ લઈ ગયેલા બુટલેગર પાસેથી દારૂ અને બીયરનો જથ્થો લેનારા બે બુટલેગરની પોલીસે હાલમાં ધરપકડ કરેલ છે
મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉનને ભાડે રાખીને અમદાવાદનો લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ તેના રાજસ્થાનના કુખ્યાત બુટલેગર રાજારામ મારવાડી અને ભરત મારવાડી સાથે ભાગીદારી દારૂનો ધંધો કરતો હતો અને ત્રણ જીલ્લામાં દારૂની સપલાઈ કરવામાં આવી રહી હતી આ ગુનામાં પોલીસે રેડ કરી હતી ત્યારે ગોડાઉનના મેનેજર રમેશ પુંજા પટણી અને ત્યાં કામે રાખવામા આવેલ મજૂરો સહિત કુલ ૧૦ આરોપીઓને રેડ કરી હતી ત્યારે જ પકડવામાં આવ્યા હતા અને માલ મંગાવનારા જીમિત શંકરભાઈ પટેલ સહિત કુલ મળીને ૨૧ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો અને જે સમયે લાલપર ગામે રેડ કરી હતી ત્યારે ૧,૫૧,૧૦,૩૪૦ નો દારૂનો જથ્થો તેમજ અન્ય મુદામાલ મળીને કુલ ૨,૨૦,૯૦,૪૪૦ નો મુદામાલા કબ્જે કર્યો હતો આ ગુનામાં આજની તારીખે પણ અમદાવાદનો બુટલેગર જીમિત પટેલ પકડવાનો બાકી છે.
આ ગુનામાં તપાસનીસ અધિકારી દ્વારા અત્યાર સુધીમાં ક્રમશઃ યુવરાજસિંહ પરમાર, કલ્પેશ જયંતિભાઈ અઘારા, આસિફ મન્સૂર મીર અને મેહુલ ઉર્ફે જગો ઉર્ફે ટાલો ગોવિંદભાઇ સાબરિયા અને જીમીત પટેલના ભાગીદાર ભરત ઉર્ફે વિજયભાઈ જીવરાજભાઈ ઉડેચાની ધરપકડ કરીને તે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને હાલમાં ગુનામાં પોલીસે પિન્ટુ અશોકભાઇ બોરાણિયા (૩૨) રહે. મથક અને ચંદ્રેશ સામતભાઈ બાયલ (૩૭) કાઠી ક્ષત્રિય સમાજની વાડી પાસે સૂર્ય ચોક પાછળ મફતપરા થાનગઢ વાળાની ધરપકડ કરેલ છે અને વધુ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીમીત પટેલે ભાડે રાખેલા ગોડાઉન સુધી જે દારૂ અને બિયરનો જથ્થો આવતો હતો અને તેનું કટિંગ કરવામાં આવતું હતું તેમાંથી અગાઉ પકડાયેલ આરોપી મેહુલ ઉર્ફે જગો ઉર્ફે ટાલો ગોવિંદભાઇ સાબરિયા જે દારૂનો જથ્થો લઈ હતો તે માલમાંથી તે હાલમાં પકડાયેલા બંને આરોપીઓને માલ આપતો હતો જોકે આ આરોઈઓએ મેહુલ પાસેથી કેટલી વખત અને કેટલો માલ લીધો હતો તે દિશામાં પોલીસે તપાસ કરશે અને હાલમાં આરોપીના રિમાન્ડ લેવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે.
