મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં સાયકલને હડફેટે લઈને યુવાનનું મોત નિજાવનારા છોટા હાથીના ચાલકની ધરપકડ


SHARE

















મોરબીમાં સાયકલને હડફેટે લઈને યુવાનનું મોત નિજાવનારા છોટા હાથીના ચાલકની ધરપકડ

મોરબીમાં ઉમિયા સર્કલથી અવની ચોકડી તરફ જવાના રસ્તા ઉપરથી યુવાન સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે છોટા હાથીના ચાલકે તેની સાયકલને હડફેટે લીધી હતી જેથી અકસ્માત થયો હતો જેમાં યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેની મૃતકના પિતરાઈ ભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હિમાચલ પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીની અવની ચોકડી પાસે આવેલ મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે કામ કરતા અને ત્યાં પાર્કિંગમાં ઓરડીમાં રહેતા રમણસિંહ હરિસિંહ જાતે નેપાળી (૨૪) નામના યુવાને છોટા હાથી નંબર જીજે ૩૬ વી ૨૬૧૧ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીમાં ઉમિયા સર્કલથી અવની ચોકડી તરફ જવાના રસ્તા ઉપર ખોડિયારનગરના નાકા પાસેથી તેનો કાકાનો દીકરો કેશવસિંગ ગોમરસિંગ નેપાળી (૧૯) સાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે છોટા હાથીના ચાલકે તેની સાયકલને હડફેટે લીધી હતી જેથી ફરિયાદીના કાકાના દીકરાને પેટ અને પીઠના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી ગયો હતો જે ગુનામાં આરોપી જયેશ મનજીભાઈ પૈજા જાતે પટેલ (૩૮) રહે. નાની કેનાલ રોડ સત્યમ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ૩૦૧ વાળાની પોલીસે ધરપકડ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

દંપતિ સારવારમાં

મોરબી નજીકના નીચે માંડલ ગામે રહેતા હિરેનભાઈ ભીમસંગભાઈ વાઢીયા (૨૯) અને સાક્ષીબેન હિરેનભાઈ વાઢીયા (૨૭) નાઓને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ અજંતા કારખાના નજીક ટાટાના શોરૂમ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી બંને વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાછાણી દ્વારા કરવામાં આવી હતી

ફિનાઇલ પીધું

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્કમાં રહેતા વિશ્વાબેન જીગ્નેશભાઈ સુરેલીયા (૧૭) નામની સગીરાએ પોતે પોતાની જાતે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને  આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. વાછાણી દ્વારા કરવામાં આવેલ છે




Latest News