મોરબીમાં સાયકલને હડફેટે લઈને યુવાનનું મોત નિજાવનારા છોટા હાથીના ચાલકની ધરપકડ
મોરબી નજીક દેશીદારૂના ધંધાનો ખાર રાખીને ભાભીને આડેધડ છરીના ઘા ઝીકનારા દિયરની ધરપકડ
SHARE









મોરબી નજીક દેશીદારૂના ધંધાનો ખાર રાખીને ભાભીને આડેધડ છરીના ઘા ઝીકનારા દિયરની ધરપકડ
મોરબીના બેલા ગામ પાસે દેશી દારૂનો ધંધો કરતી મહિલા ઉપર તેના સગા દિયર સહિત બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને મહિલાને શરીર ઉપર આડેધડ છરીના ઘા મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને ત્યાર બાદ તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના સગા દિયર સહિત બે સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ જસદણ તાલુકાના ફૂલજર ગામના રહેવાસી અને હાલમાં તળાવિયા સનાળા ગામ પાસે આવેલ મેલડીમાના મંદિરની બાજુમાં મોતીભાઈ રબારીની ઓરણીમાં ભાડેથી રહેતા મુક્તાબેન હસમુખભાઈ ઉર્ફે લાલો ઉઘરેજીયા જાતે દેવીપુજક (૩૦)એ તેના સગા દિયર ભરતભાઈ વલ્લભભાઈ ઉઘરેજીયા સહિત બે સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, થોડા દિવસો પહેલા તેઓને તેના દિયર ભરતભાઈ સાથે ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને બંને આરોપીઓ તેની પાસે બાઈક લઈને આવ્યા હતા અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ સાગર પાસે રહેલ છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે આરોપી ભરતે ફરિયાદી મુક્તાબેનને પકડી રાખ્યા હતા અને તેની સાથે આવેલ વ્યક્તિએ છરી વડે ફરિયાદીને ડાબા હાથની હથેળી, ડાબા પગના સાથળ, જમણા હાથની કોણી, જમણા સાથળ તથા જમણા ઢીંચણના ભાગે છરીથી ઘા મારીને ઇજાઓ કરી હતી જેથી કરીને ઇજા પામેલ હાલતમાં મુકતાબેનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને જે તે સમયે ફરિયાદીના પતિ હસમુખભાઈએ ફોન પર વાત કરતા જણાવ્યું હતું કે, તેઓના પત્ની અને તેનો ભાઈ બનાવ વાળી જગ્યા પાસે દેશી દારૂનો ધંધો કરે છે અને ધંધાનો ખાર રાખીને હસમુખભાઈના ભાઈ ભરતભાઈએ મુક્તાબેન ઉપર છરી વડે હુમલો કરેલ છે આ ગુનામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.બી. ડાંગર અને તેની ટીમ દ્વારા આરોપી ભરત વલ્લભભાઈ ઉઘરેજીયા જાતે દેવીપુજક (૨૬) રહે. ફૂલજર ગામ વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મહિલા સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવ્યા રણછોડનગર વિસ્તારમાં રહેતા રેસમાબેન રિયાઝભાઈ ચાનીયા (૩૩) નામના મહિલાને તેઓના પતિએ નિધિપાર્ક નજીક બેટ વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે
બાળક સારવારમાં
મોરબીના લાલપર ગામે રહેતો મિતુલ જનાર્દનભાઈ શુક્લા (૧૧) નામનો બાળક બાઇકમાં પાછળના ભાગે બેસીને લાલપર ગામના ગેટ નં-૧ પાસે આવેલ મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કરણોસર બાઈક સ્લીપ થયું હતું જેથી અકસ્માતના બનાવમાં બાળકને ઈજા થવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવેલ છે
