હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાંથી બે સગીરાના અપહરણના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને બાળ સુધારણા ગૃહમાં ખસેડાયો


SHARE

















મોરબીમાંથી બે સગીરાના અપહરણના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને બાળ સુધારણા ગૃહમાં ખસેડાયો

મોરબીમાંથી બે સગી બહેનો કુદરતી હાજતે ગયેલ હતી અને ત્યાર બાદ બંને સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાના અપહરણની ઘટનાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને સગીરાના પિતાએ ફરિયાદ નોંધવેલ હતી જેના આધારે પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરેલ છે અને હાલમાં કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકિશોરની સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને બાળ સુધારણા ગૃહ ખાતે મોકલી આપવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર નજીક રહેતા પરિવારની સગીરવયની બે દીકરીઓના અપહરણ કરવામાં આવ્યા હોવાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેમાં સગીરાના પિતાએ જણાવ્યુ છે કે, સાંજે તેઓ ઘરે આવ્યા ત્યારે તેની પત્નીએ તેને કહ્યું હતું કેબપોરે ત્રણેક વાગ્યે તેમની ૧૪ વર્ષની નાની દીકરી અને તેની સાથે લગ્ન કરાવી દીધેલ મોટી દીકરી ઘર પાસે આવેલ ખેતરમાં કુદરતી હાજતે ગઈ હતી અને બાદમાં પરત ઘરે આવી નથી. જેથી તેને શોધવા છતાં તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ ન હતો અને ત્યાર બાદ સગીરાના પિતાએ બંને દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા અને રાઇટર કિશોરભાઇ મકવાણા દ્વારા અગાવ એક આરોપી દિપક બાલુભાઈ વર્માની ધરપકડ કરીને તેના રિમાન્ડ લીધા હતા અને ત્યાર બાદ તેને જેલ હવાલે કર્યો હતો. હાલમાં આ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકિશોરની સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને બાળ સુધારણા ગૃહ ખાતે મોકલી આપવામાં આવેલ છે તેવી માહિતી પોલીસ પાસેથી મળી છે.

બાઇક સ્લીપ

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામે રહેતા સિંધાભાઈ રમેશભાઈ શેઠાણીયા (૨૩) અને રાજેશભાઈ કાંતિલાલ કહાંગરા (૨૪) નામના બે વ્યક્તિઓ બાઈક ઉપર બંધુનગર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તે બંને વ્યક્તિઓને ઈજા થતાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ નજીક આવેલ લોટસ સિરામિક કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો જશવંતકુમાર વ્રજભાણ (૨૮) નામનો યુવાન કારખાનામાં હતો ત્યારે ત્યાં કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જે માટે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે




Latest News