મોરબીમાંથી બે સગીરાના અપહરણના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને બાળ સુધારણા ગૃહમાં ખસેડાયો
પ્રેરણાદાયી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારીની દિકરીના જન્મ દિવસે ઝૂંપટપટ્ટીના બાળકોને સ્વાસ્થ્યવર્ધક કીટ આપી રસ પુરીનું જમણ
SHARE









પ્રેરણાદાયી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારીની દિકરીના જન્મ દિવસે ઝૂંપટપટ્ટીના બાળકોને સ્વાસ્થ્યવર્ધક કીટ આપી રસ પુરીનું જમણ
મોરબીમાં સામાજિક, સેવાકીય, શૈક્ષણિક તેમજ સર્વધર્મ સમભાવ થકી રાષ્ટ્પ્રેમ ઉજાગર કરતા અને પોતાની ખુશીઓ બીજાને આપીને તેમના ચહેરા ઉપરની ખુશી જોઈને પોતે ખુશ થવું એટલે આપવાના આનંદ હેઠળ કાર્યક્રમો કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારીની વહાલસોયી પુત્રીના જન્મ દિવસ અને દેવેનભાઈના લગ્નની વર્ષગાંઠ હોય આ બન્ને પ્રસંગોની સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં દીકરીના જન્મદિવસની સાથે દેવેનભાઈના લગ્નની વર્ષગાંઠ હોય આ બંને પ્રસંગે ઝૂંપટપટ્ટીના બાળકોને સ્વાસ્થ્યવર્ધક કીટ આપી રસ પુરીનું જમણ કરાવ્યું હતું.
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, મારી દીકરી મનસ્વીના જન્મદિવસ અને મારા લગ્નની વર્ષગાંઠ પણ યોગુનાયોગ આજે હોવાથી આ બન્ને પ્રસંગે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે "આપવાનો આનંદ " કાર્યક્રમ હેઠળ ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના બાળકોને જીવનની દિનચર્યામાં કામ આવે અને તેમના જીવન ધોરણમાં સુધારો થાય તેમજ સ્વાથ્ય પ્રત્યે સભાનતા કેળવાય તેવા હેતુથી બાળકોને સ્વાસ્થ્ય સંબંધી ચીજવસ્તુની કીટ જેમા, સાબુ, તેલ, હેન્ડ વોસ, કાન સાફ કરવાની સ્ટીક, રૂમાલ, નખ કાપવાનુ કટર વિગેરે વસ્તુઓની કિટ તથા બાળકો સબિતના લોકોને રસપુરી સાથેનું પૌષ્ટિક ભોજન કરાવીને આપવાનો આનંદ મેળવી ઈશ્વર સમાન બાળદેવતાઓને રાજી કરીને જન્મદિવસે મનસ્વીએ તેમના આશીર્વાદ મેળવ્યા હતા.તેમજ અમારા જેવો જ આનંદ બીજા લોકો પણ પોતાના પ્રિયજનોના જન્મદિન અવસરે કે અન્ય પ્રસંગે યોજીને અનોખી રીતે આપવાનો આનંદ મેળવે એવી અભ્યર્થના દેવેનભાઇએ વ્યક્ત કરી હતી
