મોરબીમાં મહેન્દ્રનગર ગામે આવેલ રામદૂત હોમ્સ-૨ ના પાર્કિંગમાંથી બાઈકની ચોરી
મોરબી પાલિકામાં ગેરકાયદે ભરતી !: કોંગ્રેસનો ગંભીર આક્ષેપ
SHARE
મોરબી પાલિકામાં ગેરકાયદે ભરતી !: કોંગ્રેસનો ગંભીર આક્ષેપ
મોરબી નગરપાલિકામાં નીતિ નિયમો નેવે મૂકીને ગેરકાયદેસર રીતે અને ધારાસભ્યની ભલામણથી કર્મચારીની ભરતી કરવામાં આવે છે તે ભરતી રદ કરીને કાયદેસરની કડક કાર્યવાહી કરવા કોંગ્રેસના આગેવાનોએ માંગ કરી છે
મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ નગરપાલિકાની સામે ગંભીર આક્ષેપ કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીની એ ગ્રેડની કહેવાતી નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. અને પાલિકાએ તાજેતરમાં આશરે ૮ થી વધુ લોકોની ભરતી કરી છે. જેમાં તમામ નિયમ નેવે મૂકીને કોઈની ભલામણથી આ કર્મચારીની ભરતી કરવામાં આવી છે. તેવી નગરપાલિકા સ્ટાફમાંથી માહિતી મળી છે. આમ પાલિકાના વહીવટદાર મારફત કોઈ પણ જાહેરાત કે સરકારની મંજુરી વગર ભરતી કરવામાં આવી રહી છે !. ના કોઈ કરાર કે ના કોઈ લાયકાત, ફકત ને ફકત મોરબીના ધારાસભ્યના કહેવાથી આવી ગેરકાયદેસર ભરતી કરી પ્રજાના ટેકસના પૈસાનો ગેરઉપયોગ કરી નગરપાલિકા ઉપર આર્થિક ભારણ નાખવામાં આવી રહ્યું છે તે કેટલી હદે વ્યાજબી છે ? તેવા સવાલો સાથે કોંગ્રેસના નેતાઓએ ગાંધીનગર શહેરી વિકાસ સચિવને લેખિત રજૂઆત કરી છે અને પાલિકામાં ગેરકાયદેસરની ભરતીને બંધ કરીને આવી ભરતી રદ્દ કરીને આ ગેરકાયદે ભરતી કરનાર અઘિકારી અને ભલામણ કરનારની પાસેથી કાર્યવાહી કરીને ચૂકવાયેલ પગારની રકમ વ્યાજ સહિત વસૂલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે