વાંકાનેરમાં આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત મોરબીમાં ટોક ઓફ ટાઉન બનેલા ખુન કેશમાં આરોપીનો ડિસ્ટ્રીકટ કોર્ટમાંથી છુટકારો ટંકારાના કાગદળી ગામે લુંટના ગુન્હામાં ૨૧ વર્ષે પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પત્રકારે જન્મદિવસ ઉજવ્યો મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગ દિવસે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે માળિયા નજીક મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને લગતી મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન અકસ્માતમાં ઇજા પામેલ એક યુવાનનું મોત-એક સારવારમાં


SHARE

મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન અકસ્માતમાં ઇજા પામેલ એક યુવાનનું મોત-એક સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો યુવાન અને તેની સાથે મૂળ મોરબી હાલ મુંબઇ રહેતો યુવાન એમ બે લોકો મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ નજીકથી ડબલ સવારીમાં બાઇકમાં જતા હતા ત્યારે રાત્રી દરમિયાન વાહન અકસ્માતના બનાવમાં શરીર ગંભીર ઇજાઓ થયેલ હાલતમાં બંનેને ૧૦૮ વડે સારવાર માટે અત્રેની સિવિલએ લાવવામાં આવ્યા હતા.જોકે જોઈ તપાસીને એક યુવાનને ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો જયારે એક હાલ સારવાર હેઠળ છે.હોસ્પીટલ તરફથી પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.જોકે બનાવ ટંકારા પોલીસ મથક વિસ્તારનો હોય એ ડિવિઝન પોલીસ દ્વારા ટંકારા પોલીસ મથકે આ બનાવ અંગે જાણ કરવામાં આવતા હવે ટંકારા પોલીસ સ્ટાફ દ્વારા આ અકસ્માત બનાવની તપાસ કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વધુમાં મોરબી સીટી એ ડિવિઝન તેમજ ટંકારા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ ઓનેસ્ટ હોટલની સામેના ભાગે ગઇકાલ તા.૨૬-૫ ના રાત્રીના ૧૦:૨૦ વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં ડબલ સવારી બાઇકને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હટફેટે લેતા શરીરે ગંભીર ઇજાગ્રસ્ત થયેલા આનંદભાઈ દિનેશભાઈ રાઠોડ (ઉમર ૩૮) રહે.પરસોતમ ચોક પાસે કાલિકા પ્લોટ નજીક રવાપર રોડ મોરબી તેમજ મૂળ મોરબી હાલ મુંબઇ રહેતા મનિષભાઇ પટેલ વાળાઓને વાહન અકસ્માતમાં ઘવાયેલી હાલતમાં ૧૦૮ વડે બેભાન હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જોકે ફરજ પરના તબીબે આનંદભાઈ રાઠોડને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને મનિષભાઇ પટેલ નામનો યુવાન હાલ સારવારમાં છે.હોસ્પીટલ દ્રારા સૌપ્રથમ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી.જોકે બનાવ મોરબી-રાજકોટ હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલ પાસે બનેલ બોય અને તે જગ્યા ટંકારા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતી હોવાથી મોરબી સુધી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા આ અકસ્માત બનાવ સંદર્ભે ટંકારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી હવે ટંકારા પોલીસ મથકના શાહિદભાઈ સીદીકી અને રાઈટર સોયબભાઈ દ્વારા આ અકસ્માત બનાવ અંગે આગળની તપાસ શરૂ કરાશે તેમ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વધુમાં તપાસ અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક આનંદભાઈ રાઠોડના પત્ની રીસામણે હોય અને તેમનો એક દીકરો તેમના પત્ની સાથે રહેતો હોય અને મૃતક પોતે માતા સાથે પુરષોત્તમ ચોક નજીક રહેતા હોય તેમજ તેમની સાથે રહેલ મનીષભાઈ પટેલ અને મૃતક શેરબજારને લગતું કામકાજ કરતા હોય બંને બાઈકમાં મોરબી-રાજકોટ હાઇવે ઉપરથી આવતા હતા.ત્યારે ગતરાત્રિના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમના ડબલ સવારી બાઇકને હડફેટે લેતા આનંદભાઈ રાઠોડનું મોત નિપજયુ હતું.જ્યારે મનીષભાઈ પટેલ હાલ સારવાર હેઠળ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના શાક માર્કેટ પાછળ આવેલ સિપાઈ વાસ વિસ્તારમાં રહેતા હુસેનભાઇ યુસુફભાઈ બેલીમ નામના ૨૫ વર્ષના યુવાનને દાણાપીઠ પાસે વાંકાનેર દરવાજા નજીક ગઈકાલે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી કરીને તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલએ લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.એચ.વાછાણી દ્વારા આ બનાવ અંગે આગળની તજવીજ કરવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઈજા થતા સારવારમાં

મોરબીના રહેવાસી રૂખીબેન ગંગારામભાઈ કોળી નામના ૫૩ વર્ષીય આધેડ મહિલા તેઓના ઘર બાજુ જતા હતા.ત્યારે મોરબીના રવાપર રોડ બાપા સીતારામ ચોક પાસે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટે લેતા ઈજા પામેલ રૂખીબેન કોળીને અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તેઓની સારવાર કરવામાં આવી હતી અને બાદમાં હોસ્પિટલ સુત્રો દ્વારા જાણ કરવામાં આવતા હવે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એમ.એચ.વાછાણી દ્વારા આ અકસ્માત બનાવની આગળની તજવીજ શરૂ કરાયેલ છે.
Latest News