મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીની એલ.ઈ. કોલેજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે


SHARE













મોરબીની એલ.ઈ. કોલેજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

મોરબી એલ.ઈ. કોલેજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં ધોરણ ૧૦/ ITI પછી ડિપ્લોમા એંજીનીયરીંગમાં એડમિશન તથા વિદ્યાર્થીઓ/વાલીઓને મુંજવતા પ્રશ્ર્નો વિષેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે

એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ. ઈ. કોલેજ(ડિપ્લોમા) મોરબી દ્વારા તા.૦૩/૦૬ ના રોજ સમય સવારે ૧૧:૩૦ કલાકે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન ITI કેમ્પસની બાજુમા, મહેંદ્રનગર પાણીની ટાંકી સામે, ઘુંટુ રોડ, મોરબી-૨(૩૬૩૬૪૨) ખાતે કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં કોલેજનાં એડમિશન વિભાગના નિષ્ણાંતો દ્વારા જુદી જુદી ડિપ્લોમાની શાખાઓની માહિતી, ધોરણ ૧૦ પછી અને ITI અભ્યાસ પછી ડિપ્લોમા એંજીનીયરીંગમાં કઈ રીતે એડમિશન મળી શકે અને તે માટે કરવી પડતી ઓનલાઈન પ્રક્રીયા તથા વાલીશ્રીઓનાં મુંજવતા પ્રશ્ર્નો અંગે માહિતી આપવામાં આવશે. જેથી ધોરણ ૧૦નો અભ્યાસક્રમ પુર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને કારકિર્દી માર્ગદર્શન સેમિનારના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમનો વધુ ને વધુ લાભ લેવા એલ.ઈ. કોલેજ(ડિપ્લોમા)ના આચાર્યની યાદીમાં જણાવાયું છે








Latest News