વાંકાનેરમાં આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત મોરબીમાં ટોક ઓફ ટાઉન બનેલા ખુન કેશમાં આરોપીનો ડિસ્ટ્રીકટ કોર્ટમાંથી છુટકારો ટંકારાના કાગદળી ગામે લુંટના ગુન્હામાં ૨૧ વર્ષે પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પત્રકારે જન્મદિવસ ઉજવ્યો મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગ દિવસે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે માળિયા નજીક મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને લગતી મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક બોગસ ટોલનાકા બંધ કરાવવાનો ખાર રાખીને કર્મચારીને માર માર્યો : રિવોલ્વર કે અકસ્માત કરીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE

વાંકાનેર નજીક બોગસ ટોલનાકા બંધ કરાવવાનો ખાર રાખીને કર્મચારીને માર માર્યો: રિવોલ્વર કે અકસ્માત કરીને જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ પાસે આવેલ ટોલનાકાની બાજુમાં નકલી ટોલનાકું શરૂ કરવામાં આવ્યું હતું જે નકલી ટોલનાકું બંધ કરાવવામાં આવ્યું છે તે બાબતનો ખાર રાખીને ટોલનાકામાં નોકરી કરતા યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ગાલ ઉપર લાફામારીને ગાળો આપવામાં આવી હતી અને છરી મરવતા છરી પડી ગયેલ હતી જેથી કરીને રિવોલ્વરથી કે વાહન અકસ્માત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે અને બળજબરીથી ટોલનાકા ઉપરથી ટોલ ભર્યા વગર ધમકીઓ આપીને ગાડીઓ કઢાવી ગુનામાં મદદગારી કરવામાં આવી રહી છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં વઘાસીયા ગામના બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

ગત ડિસેમ્બર મહિનામાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં વઘાસીયા ગામ પાસે આવેલ ટોલનાકાની બાજુમાં કારખાનામાંથી તથા ગામ બાજુથી બોગસ ટોલનાકા બનાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી અને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પસેથી ટોલનાકાથી ઓછી રકમ લઈને વાહનોને જવા દેવામાં આવતા હતા જેથી કરીને જે તે સમયે તાત્કાલિક તંત્ર દોડતું થયું હતું અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી તેવામાં આ નકલી ટોલનાકાને બંધ કરાવવા બાબતનો ખાર રાખીને હાલમાં ટોલનાકામાં નોકરી કરતા યુવાનની સાથે બોલાચાલી ઝઘડો કરી તેને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતેથી મળતી વિગત પ્રમાણે જુના વઘાસીયા ગામે રહેતાને ટોલનાકામાં નોકરી કરતા દેવેન્દ્રસિંહ જયુભા ઝાલા જાતે દરબાર (૩૭) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને પ્રતીકસિંહ ઉર્ફે પીન્ટુભા જનકસિંહ ઝલા રહે.બંને વઘાસીયા ગામ વાળાઓની સામે ફરિયાદ નોંધાવેલ છે.

 જે ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે નકલી ટોલનાકા બંધ કરાવવા બાબતનો ખાર રાખીને રવિરાજસિંહ ઝાલાએ તેને ઢીકાપાટુનો માર મારી ગાળો આપીને ગાલ ઉપર તથા ડાબા કાન ઉપર ફડાકા મારીને ઇજા કરી હતી તેમજ પ્રતીકસિંહ ઝાલાએ તેને ઢીકાપાટુનો માર મારી લાફા મારીને છરી કાઢી મારવા જતા છરી નીચે પડી ગઈ હતી અને ત્યારે રવિરાજસિંહ ઝાલાએ ફરિયાદી યુવાનને રિવોલ્વરથી તથા વાહન અકસ્માત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આટલું જ નહીં પરંતુ રવિરાજસિંહ ઝાલાએ અગાઉ વઘાસીયા ટોલનાકામાં ટોલટેક્સ લીધા વગર બળજબરીથી પોતાની ગાડીઓ ફરિયાદીને માર મારવાની ધમકી આપીને કઢાવી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી.કલમ-૩૮૪, ૩૮૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એટક કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ ગુનાની આગળની તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.કે. મહેશ્વરી ચલાવી રહ્યા છે.
Latest News