મોરબીમાં મિત્રના ઝઘડાનું સમાધાન કરાવવા ગયેલા યુવાન ઉપર ચાર શખ્સોનો તલવાર-છરી વડે હુમલો
SHARE
મોરબીમાં મિત્રના ઝઘડાનું સમાધાન કરાવવા ગયેલા યુવાન ઉપર ચાર શખ્સોનો તલવાર-છરી વડે હુમલો
મોરબીના ત્રાજપર વિસ્તારમાં મિત્રને થયેલ ઝઘડાનું સમાધાન કરાવવા માટે ગયેલા યુવાન ઉપર સામેવાળાઓએ તલવાર, છરી જેવા હથિયારોથી હુમલો કર્યો હતો જેથી તે યુવાનને હથેળી, કલાઈ તથા માથાના ભાગે ઇજા થયેલ હતી અને તે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં ત્રાજપર ગામમાં રામજી મંદિર વાળી શેરી ખાતે રહેતા રવિભાઈ અશોકભાઈ વરાણીયા જાતે કોળી (૨૮)એ મનસુખ ઉર્ફે મચો રમેશભાઈ વરાણીયા કરખજીભાઈ ઉર્ફે હકો જીવણભાઈ અદગામા, પ્રવીણભાઈ ઉર્ફે ઉગો જગમલભાઈ અદગામા અને કાનાભાઈ હરખજીભાઈ ઉર્ફે હકાભાઇ અદગામાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીના મિત્ર લાલાભાઇને આરોપીઓ સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હતો જે બાબતે ફરિયાદી આરોપીઓ સાથે સમાધાનની વાતચીત કરવા માટે ગયો હતો અને ત્યારે આરોપીઓને સારું નહીં લાગતા આરોપીઓએ ફરિયાદી યુવાનને ગાળો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ફરિયાદી યુવાનને તલવાર છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે ડાબા હાથની હથેળી, કલાઈ અને માથાના ભાગે ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ તેને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આ ગુનામાં આરોપી મનસુખ ઉર્ફે મચો રમેશભાઇ વરાણીયા જાતે કોળી (૪૩) રહે. ત્રાજપર ગામ શંકર ભગવાન વાળી શેરી મોરબી-૨, કરખજીભાઇ ઉર્ફે હકો જીવણભાઇ અદગામા જાતે કોળી (૪૩) રહે. ત્રાજપર ગામ શંકર ભગવાન વાળી શેરી મોરબી-૨, પ્રવિણભાઇ ઉર્ફે ઉગો જગમલભાઇ અદગામા જાતે કોળી (૨૨) રહે. મોરબી-૨ અને કાનાભાઇ હરખજીભાઇ ઉર્ફે હકાભાઇ અદગામા જાતે કોળી (૨૦) રહે. જુના ઘુટુ ડાડાના મંદિર પાછળ મોરબી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે