મોરબીમાં મિત્રના ઝઘડાનું સમાધાન કરાવવા ગયેલા યુવાન ઉપર ચાર શખ્સોનો તલવાર-છરી વડે હુમલો
મોરબીના જૂની પીપળી ગામે પથરીની બીમારીથી કંટાળીને આધેડ મહિલાએ અણધાર્યું પગલું ભર્યું
SHARE
મોરબીના જૂની પીપળી ગામે પથરીની બીમારીથી કંટાળીને આધેડ મહિલાએ અણધાર્યું પગલું ભર્યું
મોરબી તાલુકાના જૂની પીપળી ગામે રહેતા આધેડ મહિલાએ પથરીની બીમારીથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મોરબીના જૂની પીપળી ગામે રહેતા કૈલાસબેન વલ્લભભાઈ જેઠલોજા જાતે પટેલ (૫૨) ને પથરીની બીમારી હોય તેનું ઓપરેશન કરાવેલ હતું જે પથરીની બીમારીથી કંટાળીને તેણે પોતે પોતાની જાતે પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાસુદેવભાઈ મહાદેવભાઈ જેઠલોજા જાતે પટેલ (૪૩) રહે. જૂની પીપળી ગામ વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની છે
અકસ્માતમાં ઇજા
ડીસાના રહેવાસી કુલદીપસિંહ દેવીસિંહ ઈસરાણી (૩૫) અને તેના દીકરા વિવાનરાજ કુલદીપસિંહ ઇસરાણી (૮) બંને કારમાં ડીસાથી મોરબી જતા હતા ત્યારે રસ્તામાં ગણોદર અને સામખયારી વચ્ચે માળિયા મીયાણા નજીક કાર પલટી ગઈ હતી જેથી કરીને અકસ્માતના બનાવમાં પિતા પુત્રને ઇજા થયેલ હોય ઇજા પામેલ હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યો બાદ આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બનાવ કચ્છ વિસ્તારમાં બનેલો હોવાથી ત્યાં સ્થાનિક પોલીસને આ બનાવની જાણ કરવા માટે તજવીજ કરી છે
મારા મારીમાં ઇજા
મોરબીના પાડાપુલ નીચેના ભાગમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાકેશ કાળુભાઈ ડામોર (૨૩) નામના યુવાનને ઇજાઓ થયેલ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબી ખાતે લઈને આવ્યા હતા ત્યા સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક કપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી