મોરબીના જૂની પીપળી ગામે પથરીની બીમારીથી કંટાળીને આધેડ મહિલાએ અણધાર્યું પગલું ભર્યું
મોરબી-વાંકાનેર તાલુકામાં જુગારની ત્રણ રેડ: ચાર જુગારી પકડાયા
SHARE
મોરબી-વાંકાનેર તાલુકામાં જુગારની ત્રણ રેડ: ચાર જુગારી પકડાયા
મોરબી તાલુકાના ડાયમંડનગર પંચવટી ગાર્ડન પાસે જુગારની રેડ કરી હતી ત્યારે બે શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા આવી જ રીતે વાંકાનેરના માટેલ રોડે જુદીજુદી બે જ્ગ્યાએ વરલી જુગારની રેડ કરી હતી ત્યારે બે શખ્સો મળી આવતા પોલીસે આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી કરી હતી
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ડાયમંડનગર પંચવટી ગાર્ડન પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેને આધારે મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૨૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની ધરપકડ કરીને હતી અને હાલમાં પોલીસે વિશાલભાઈ હરીશભાઈ ઝાલા જાતે વાણંદ (૨૯) અને અક્ષયચંદ્ર સુરેશભાઈ પાંચોટિયા જાતે પટેલ (૨૬) રહે બંને ડાયમંડનગર વાળાનો સમાવેશ થાય છે અને આ બંને શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકામાં વરલી જુગાર
વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ દ્વારકેશ હોટલ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બાબુભાઈ ઉર્ફે રાજવીર જાદવજીભાઈ લીલાપરા જાતે કોળી (૨૦) રહે, માટેલ રોડ દ્વારકેશ હોટલની પાછળ વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા હોય ૫૫૦ રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી આવી જ રીતે વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ અમરધામ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બળદેવભાઈ ખોડાભાઈ દેગામા જાતે કોળી (૩૫) રહે. નવા ઢુવા તાલુકો વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૪૭૦ ની રોકડ કબજે કરી જુગાર હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે