મોરબી-વાંકાનેર તાલુકામાં જુગારની ત્રણ રેડ: ચાર જુગારી પકડાયા
માળીયા (મી) નજીક બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં
SHARE
માળીયા (મી) નજીક બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં
માળીયા મીયાણા નજીક આવેલ કંડલા હાઇવે રોડે બ્રિજ ઉપર બે યુવાનોને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને બંને વ્યક્તિઓને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, આ બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલ છે જેથી કરીને આ બનાવની જાણ ત્યાં કરવા માટેની કવાયત હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના હરીપર પાસે રહેતા અજીત મહાનંદ (૩૨) અને સાંકેતભાઈ પઠાણ (૩૨) નામના બે વ્યક્તિઓને કંડલા હાઇવે રોડ ઉપર આવેલ બ્રિજ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં આ બંનેને ઇજાઓ થયેલ હતી જેથી કરીને તે બંનેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ માળીયા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયતા હાથ ધરી છે
રિક્ષા-બાઇક વચ્ચે અકસ્માત
મોરબીમાં પાડાપુલ નીચે આવેલ બેઠા પુલ ઉપરથી પસાર થતા રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતો બનાવ બનેલ હતો જેમાં મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા સાહિલ મોવર (૧૮) નામના યુવાનને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે









