માળીયા (મી) નજીક બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં
મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી ચાર જગ્યાએ મારામારી : ઇજા પામેલા ચાર વ્યક્તિઓ સારવારમાં
SHARE
મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી ચાર જગ્યાએ મારામારી: ઇજા પામેલા ચાર વ્યક્તિઓ સારવારમાં
મોરબી શહેર અને તાલુકામાં જુદીજુદી ચાર જગ્યાએ મારા મારીના બનાવ બનેલ છે જેમાં ઇજા પામેલા ચાર વ્યક્તિઓને સારવાર માટે મોરબીની જુદીજુદી હોસ્પિટલોમાં લઈને આવ્યા હતા ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર આપીને આ બનાવોની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે.
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ જલજલા પાન પાસે અશોક નરસીભાઈ વિરગામી (૩૫) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી છે આવી જ રીતે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર મારામારીની બીજી ઘટના બની હતી જેમાં પપ્પુભાઈ રાજનભાઈ (૫૫) નામના આધેડને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે.
મારામારીમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર ખાખરાળા અને બગથળા વચ્ચે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં દીપક શંકરલાલ માલવિયા (૨૭) નામના યુવાનને ઇજા થઇ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવેલ છે.
મારામારીમાં ઇજા
મોરબીના ત્રાજપર વિસ્તારમાં એસારના પંપની પાછળના ભાગમાં રહેતા સુનિલભાઈ અવચરભાઈ બારીયા (૨૫) નામના યુવાનને ત્યાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









