મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી ચાર જગ્યાએ મારામારી : ઇજા પામેલા ચાર વ્યક્તિઓ સારવારમાં
મોરબીના જેતપર ગામે હત્યા: પાડોશી શખ્સે કુહાડી-તીક્ષણ હથિયારના ઘા ઝીકતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત
SHARE
મોરબીના જેતપર ગામે હત્યા: પાડોશી શખ્સે કુહાડી-તીક્ષણ હથિયારના ઘા ઝીકતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત
મોરબીના જેતપર ગામે રાત્રિના સમયે મહિલા સૂતા હતા ત્યાં પાડોશમાં રહેતા શખ્સે દરવાજો ખટખટવ્યો હતો જેથી તે શખ્સનાં પત્નીને તે બાબતે પૂછતા મહિલાઓ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારબાદ સામેવાળાઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જઈને તેની સાથે ઝઘડો કરે છે તેવી ફરિયાદ કરી હતી જેથી કરીને ઘરના સભ્યો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને ગયા હતા ત્યારે પાછળથી ઘરમાં રહેલ ઘરધણી ઉપર પાડોશી શખ્સ દ્વારા કુહાડી અને તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી તેને માથામાં અને શરીરે ગંભીર ઈજા થઈ હતી માટે તેઓને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે જેથી કરીને હત્યાના આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે મૃતકના દીકરની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર ગામે રહેતા ચંદુભાઈ બાબુભાઈ અઘારીયા (૫૫)ને તેઓ તેના ઘરે હતા ત્યારે તેની પાડોશમાં રહેતા મયુર હરખજીભાઈ માલણીયાદ નામના શખ્સે કુહાડી અને તીક્ષ્ણ હથિયાર વડે માથા અને શરીર ઉપર આડેધડ ઘા મારીને ઇજાઓ કરી હતી જેથી કરીને ગંભીર હાલત ઇજા પામેલ ચંદુભાઈ અઘારીયાને પ્રથમ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેઓને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન આજે રહેલી સવારે તેનું મોત નીપજયું હતું જેથી કરીને હત્યાના આ બનાવ અંગે રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ લેવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
આ બનાવ સંદર્ભે મૃતક ચંદુભાઈ અઘારીયાના દીકરા અરવિંદભાઈ ચંદુભાઈ અઘારીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓના પત્ની રાતે ઘરે એકલા હતા ત્યારે તેમના બંધ દરવાજાને પાડોશમાં રહેતા મયુરે ખખડાવ્યો હતો જોકે, અરવિંદભાઈના પત્નીએ દરવાજો ખોલ્યો ન હતો અને બીજા દિવસે સવારે પાડોશમાં રહેતા મયુરના પત્ની કાજલબેનને અરવિંદભાઈના પત્ની મનીષાબેને “કેમ તારો પતિ રાતે મારા ઘરનો દરવાજો ખટખટાવતો હતો” એવું કહ્યું હતું જે બાબતે મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઝઘડો થયો હતો અને ત્યારબાદ મયુરની પત્ની અને માતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા અને જેથી કરીને તાલુકા પોલીસ સ્ટેશનેથી અરવિંદને ફોન આવ્યો હતો
જેથી અરવિંદ તેના પત્ની અને તેની માતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા ત્યારે પાછળથી અરવિંદના પિતા ચંદુભાઈ અઘારીયા ઘર નજીક એકલા ઊભા હતા ત્યારે મયુરે તેના ઉપર કુહાડી અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને ચંદુભાઈને શરીરે આડેધડ ઘા માર્યા હતા જેથી કરીને તેઓને ગંભીર થઈ હતી અને મયુર જ્યારે તેને તીક્ષણ હથિયાર વડે માર મારતો હતો ત્યારે અરવિંદભાઈનો ભાઈ ત્યાં ઘરે પહોંચ્યો હતો અને તેને પિતાની આ હાલત જોઈને તાત્કાલિક તેના બીજા ભાઈને ફોન કર્યો હતો અને તે બંને સારવાર માટે તેના પિતાને પહેલા જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાથી મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ વધુ સારવાર માટે ચંદુભાઈને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં પોલીસે અરવિંદભાઇ ચંદુભાઈ અઘારીયા (૨૨) ની ફરિયાદ લઈને મયુર હરખાભાઈ માલણીયાદ રહે. જેતપર વાળની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બાઇક સ્લીપ
હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા વિક્રમ મૂળજીભાઈ સુરેલા (૩૨) નામનો યુવાન રાત્રિના દસેક વાગ્યાના અરસામાં તેના મિત્રના બાઈકમાં પાછળના ભાગે બેસીને ગામમાં આવેલ મંદિર પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ડબલ બાઇક કોઈ કારરણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને વિક્રમ સુરેલાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે યુવાનને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે









