મોરબીના ભરતનગર પાસે ટ્રેક્ટર-રીક્ષા વચ્ચે અકસ્માત: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં
SHARE
મોરબી તાલુકાના ભરતનગર ગામ પાસે ટ્રેક્ટર અને રીક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે વ્યક્તિઓને ઈજા થઇ હતી જેથી બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસે ટ્રેક્ટર અને રીક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાનાભાઈ લાખાભાઈ ખેતલીયા (૫૯) ને જીતેન્દ્ર શંકરભાઈ ડોડવે (૨૫) રહે. બંને ભરતનગર વાળાઓને ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ એડોન સિરામિક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો માલસિંગ મીરસિંગ (૨૦) નામનો યુવાન ખોખરા હનુમાન પાસેથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે
ઝેરી જનાવર કરડી ગયું
મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતો અને મજૂરી કામ કરતો વીરકાભાઈ ફેકડીયા (૨૫) નામનો યુવાન ખેતરમાં કામ કરી રહ્યો હતો દરમિયાન તેને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને ઝેરી અસર થઈ હતી તેને સારવાર માટે તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથના ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સબળસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી છે