મોરબીના ભરતનગર પાસે ટ્રેક્ટર-રીક્ષા વચ્ચે અકસ્માત: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં
માળીયા મિંયાણાના દેરાળા-સરવડ રોડ ઉપર અર્ટીકા કારના ચાલકે બાઈકને હેડફેટ લેતા માતા-પુત્રના મોત
SHARE
માળીયા મિંયાણાના દેરાળા-સરવડ રોડ ઉપર અર્ટીકા કારના ચાલકે બાઈકને હેડફેટ લેતા માતા-પુત્રના મોત
મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકામાં આવેલા જુના દેરાળા અને સરવડ ગામની વચ્ચેના રસ્તે ગઇકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઈકમાં સવાર માતા-પુત્રના મોત નિપજયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.બંને કામસબબ સરવડ તરફ ગયા હતા અને પરત ઘર તરફ દેરાળા બાજુ જતા હતા ત્યારે અર્ટીકા કારના ચાલકે તેમના વાહનને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં માતા-પુત્રના મોત થયા હોય માળિયા પોલીસે બનાવની નોંધ કરીને હાલ અકસ્માત સર્જીને ભાગી છુટેલા કાર ચાલકને ઝડપી પાડવા માટે આગળની તજવીજ શરૂ કરેલ છે.
મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના જુના દેરાળા ગામે રહેતા ફરઝાનાબેન ઝાકીરહુશૈનભાઇ ખોરમ જાતે સીપાઇ તેમજ તેમનો ૧૬ વર્ષનો પુત્ર શાહનવાજ ઝાકીરહુશૈનભાઇ ખોરમ જાતે સિપાઈ બંને કામસર ડબલ સવારીમાં બાઈકમાં સરવળ ગામ બાજુ ગયા હતા અને ગઈકાલે બપોરના ત્રણથી ચાર વાગ્યાના અરસામાં બંને ડબલ સવારીમાં બાઈક લઈને પરત જુના દેરાળા ગામ બાજુ જતા હતા.ત્યારે જુના દેરાળા-સરવડ રોડ ઉપર અજાણ્યા અર્ટીકા કારના ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું.સામેના ભાગેથી બાઇકને હડફેટ લેવામાં આવતા સર્જાયેલ ગંભીર વાહન અકસ્માતના બનાવમાં ઘટના સ્થળે જ માતા-પુત્ર(ફરઝાનાબેન અને શાહનવાજ) ના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા.મૃતક શાહનવાજ ખોરમ (ઉંમર ૧૬) ની ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું જ્યારે તેઓના માતા ફરઝાનાબેન ઝાકીરહુશૈન ખોરમના મૃતદેહને પીએમ માટે માળિયા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.માતા-પુત્ર બંને એકલા જ રહેતા હતા અને કામ સબબ સરવડ ગામ તરફ ગયા હતા અને ત્યાંથી પરત તેઓના ગામ જુના દેરાળા ગામે જતા હતા ત્યારે ગઇકાલના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં આ અકસ્માત બનાવ બન્યો હતો.હાલ અકસ્માત સર્જીને ભાગી છૂટેલા કાર ચાલકને પકડવા માટે માળીયા મિંયાણા પોલીસ મથકના સંજયભાઈ બાલાસરા તથા સ્ટાફ દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મકનસર પાસે વાહન અકસ્માતમાં વૃદ્ધા ઈજાગ્રસ્ત
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં પગપાળા જઈ રહેલા હસીનાબેન મુબારકભાઈ નામના ૬૦ વર્ષીય વૃદ્ધાને કોઈ અજાણ્યા રીક્ષા ચાલકે હડફેટે લેતા ઈજા પામેલા હસીનાબેનને અત્રેની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવતા પોલીસ સ્ટેશનના એમ.જે.કહાંગરા દ્વારા આ અકસ્માત બનાવની નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરવામાં આવી હતી.જ્યારે વાહન અકસ્માતનો બીજો બનાવ મોરબીના કંડલા હાઇવે ઉપર જુની આરટીઓ કચેરી નજીક બન્યો હતો.જેમાં બાઈક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં ઈજા પામેલ કિશનભાઇ રમેશભાઈ ચાવડા રહે.ધરમપુર તા.જી. મોરબી ને ઇજા પામેલ હાલતમાં શહેરની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતા સ્ટાફના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.