માળીયા મિંયાણાના દેરાળા-સરવડ રોડ ઉપર અર્ટીકા કારના ચાલકે બાઈકને હેડફેટ લેતા માતા-પુત્રના મોત
મોરબીની સુમરા સોસાયટીમાં ટેમ્પો રિક્ષાના પાછળના વ્હીલમાં આવી જતા ૧૧ વર્ષના બાળકનું મોત
SHARE
મોરબીની સુમરા સોસાયટીમાં ટેમ્પો રિક્ષાના પાછળના વ્હીલમાં આવી જતા ૧૧ વર્ષના બાળકનું મોત
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સુમરા સોસાયટીમાં ઘર પાસે મિત્રો સાથે રમતો ૧૧ વર્ષનો બાળક ત્યાંથી નીકળેલ ટેમ્પો રિક્ષાના પાછળના વ્હીલમાં આવી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તે બાળકનું મોત નીપજ્યું હતું અને એકના એક સંતાનનું મોત થવાથી સુમરા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે અને આ બનાવ સંદર્ભે મૃતક બાળકના પરિવારજનની ફરિયાદ લેવા માટે થઈને મોરબી બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ સુમરા સોસાયટીમાં રહેતા અને કલર કામનું કામ કરતા જાવેદભાઈ સુમરાનો ૧૧ વર્ષનો દીકરો સુલતાન જાવેદભાઈ સુમરા તેઓના ઘર પાસે તેના મિત્રો સાથે રમતો હતો ત્યારે ત્યાં શેરીમાંથી પસાર થયેલ ટેમ્પો રિક્ષાના પાછળના વ્હીલમાં સુલતાનનું માથું આવી જવાને કારણે તે બાળકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તે બાળકના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.આર. સારદિયા દ્વારા કરવામાં આવેલ છે અને વધુમાં તેઓ પાસેથી મળેલ માહિતી મુજબ ટેમ્પો રિક્ષાનો ચાલક ત્યાં શેરીમાં જ રહે છે અને તેની ટેમ્પો રીક્ષા પાણીની સપ્લાય માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતી હોય છે દરમિયાન અકસ્માતના આ બનાવમાં સુલતાન સુમરાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું છે હાલમાં મૃતક બાળકના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલી રહી છે
મારા મારીમાં ઇજા
મોરબીમાં કેસરબાગ નજીક આવેલ હનુમાનજીના મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીની માળિયા વનાળિયા સોસાયટીમાં રહેતા ધર્મેશ વાલજીભાઈ આંબલીયા (૨૮) નામના યુવાનને ઇજા થઇ હોવાથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે
અકસ્માતમાં ઇજા
ભાવનગરના રહેવાસી વેગડ પરેશભાઈ પ્રેમજીભાઈ (૨૩) નામનો યુવાન મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થઇ હોવાથી ઇજા પામેલ હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેને લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે