મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે વ્રજ વાટીકા સોસાયટીમાં પાલિકાએ બંધ કરાવેલ કામનો બાંધકામનો ખાડા બુરવા કલેક્ટરને રજૂઆત !


SHARE











મોરબીના રવાપર રોડે વ્રજ વાટીકા સોસાયટીમાં પાલિકાએ બંધ કરાવેલ કામનો બાંધકામનો ખાડા બુરવા કલેક્ટરને રજૂઆત !

મોરબીના રવાપર રોડ ઉપર વ્રજ વાટીકા સોસાયટી આવેલ છે તેના રહેણાકના પ્લોટ ઉપર કોમર્શિયલ બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો જેથી કામને તો ઘણા સમય પહેલા બંધ કરાવવામાં આવ્યું છે જો કે, આજની તારીખે પણ બિલ્ડરો દ્વારા ખોદવામાં આવેલ ખાડો બુરવામાં આવેલ નથી જેથી કરીને ચોમાસામાં કોઈ દુર્ઘટના ન બને તે માટે સ્થાનિક લોકોએ હાલમાં બાંધકામ માટે ખોદવામાં આવેલા ખાડાનું બુરાણ કરવા માટે કલેક્ટરને રજૂઆત કરી છે

મોરબીના રવાપર રોડે આવેલ વ્રજ વાટીકા સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈ દાવાના નામથી મોરબી કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, જ વાટીકા સોસાયટીમાં નકશામાં ચેડાં કરીને ગેરકાયદે રીતે કોમર્શિયલ બિલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો જેથી કરીને ગત તા ૭ ડિસેમ્બર ના રોજ પાલિકા દ્વારા આ બાંધકામની પરવાનગી રદ કરવામાં આવેલ છે જો કે, બિલ્ડરો દ્વારા જે ખાડો બાંધકામ માટે ખોદવામાં આવ્યો હતો તેને હજુ સુધી બુરવામાં આવેલ નથી જેથી કરીને હાલમાં આ મુદાને લઈને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને અગાઉ મોરબીમાં તેમજ તાજેતરમાં રાજકોટમાં બનેલ દુર્ઘટના જેવી કોઈ દુર્ઘટના આ ખાડાના લીધે સર્જાય તેની તંત્ર રાહ જોવે છે કે શું તેવો સવાલ પણ કરેલ છે અને ચોમાસામાં કોઈ પણ દુર્ઘટના આ ખાડાના લીધે થશે તો તેની જવાબદારી તંત્ર વાહકોની રહેશે તેવું પણ સ્થાનિક લોકોએ કહ્યું છે






Latest News