મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ ઉપર ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાન સારવારમાં


SHARE











મોરબીના પંચાસર રોડ ઉપર ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાન સારવારમાં

મૂળ મોરબી તાલુકાના ખેવારીયા ગામનો વતની યુવાન મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ હોલ ખાતે કામકાજ કરતો હતો તે દરમિયાનમાં મશીનરીમાં ઇલેક્ટ્રિક શોટ લાગતા તેને ખાનગી હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયો છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલા ખેવારીયા ગામનો રહેવાસી પ્રકાશભાઈ દિનેશભાઈ રાઠોડ નામનો ૨૬ વર્ષનો યુવાન મોરબીના પંચાસર રોડ ઉપર આવેલા વિનાયક હોલ ખાતે કામકાજ કરતો હતો.ત્યારે ગઈકાલ તા.૨૭ ના સવારના દસેક વાગ્યાના અરસામાં તેને મશીનરી ઉપર કામ કરતા સમયે ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો.જેથી પ્રકાશભાઈ રાઠોડ નામના યુવાનને અત્રેની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

પાવડીયારી નજીક ટ્રક-કન્ટેનર અકસ્માતમાં કચ્છનો યુવાન ઇજાગ્રસ્ત

મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ પાવડીયારી કેનાલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ટ્રક લઈને જઈ રહેલા સુરેશભાઈ ભવાનભાઈ સાલાણી (ઉમર ૩૦) રહે.લાકડીયા તાલુકો ભચાઉ જીલ્લો કચ્છ નો ટ્રક કન્ટેનરની સાથે અથડાયો હતો જે અકસ્માત બનાવમાં સુરેશભાઈ સાલાણી નામના યુવાનને ઇજાઓ થતા અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા સ્ટાફના જનકસિંહ પરમાર દ્વારા આ બનાવની નોંધ કરીને રાબેતા મુજબની આગળની તજવીજ શરૂ કરાયેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા પામેલ બાળકી સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ગાળા ગામે વિનટેલ સીરામીકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની નિધિ વિજયસિંહ કેવટ નામની ૧૦ વર્ષની બાળકીને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લીધી હતી જેથી જમણા હાથના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ સાથે તેણીને મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.જ્યાં તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં આ અકસ્માત બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને તે બીટ વિસ્તારના જમાદાર જે.બી.પરમાર દ્વારા આ બનાવની આગળની તજવીજ શરૂ કરાયેલ છે.






Latest News