રાજકોટ ગેમઝોનના દિવંગતોને મોરબી બાર એસો.ના વકીલોએ આપી શ્રદ્ધાંજલિ
SHARE
રાજકોટ ગેમઝોનના દિવંગતોને મોરબી બાર એસો.ના વકીલોએ આપી શ્રદ્ધાંજલિ
થોડા દિવસો પહેલા રાજકોટમાં આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી હતી જેમાં નાના બાળકો સહિતનાઓના મૃત્યુ નિપજ્યાં છે ત્યારે મોરબીના બાર એસો. દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિના મોરબીની કોર્ટમાં આવેલ બાર એસો.ના હોલમાં શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઇ આગેચાણિયા સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા અને મોરબી બાર એસો.નાં પ્રમુખ દિલીપ અગેચાણીયાએ જણાવ્યુ હતું કે, તેઓ મૃતકોના પરિવારજનો સાથે દિલથી જોડાયેલા છે અને તેમને દરેક કામમાં મદદ કરવાની તેઓની તૈયારી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ભોગ બનેલા પરિવારોને ઝડપી ન્યાય આપવાની માંગ કરેલ છે